જામનગર જિલ્લાના ધ્રોલમાં ગાયત્રી નગર વિસ્તારમાં રહેતી અને એકસીસ બેંકમાં નોકરી કરવી રાજેશ્વરીબા સુખદેવસિંહ જાડેજા નામની 28 વર્ષની મહિલા બેંક કર્મચારી એ 13મી જાન્યુઆરીના દિવસે પોતાના કામના ટેન્શન ના કારણે એસિડ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવ અંગે મૃતક રાજેશ્વરીબાના ભાઈ મયુરરાજસિંહ સુખદેવસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં ધ્રોળના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.એ. કુબાવત દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવતી કે જે એક્સિસ બેન્કમાં ફરજ બજાવતી હતી, અને તેણીને અલગ અલગ કામગીરીમાં ટાર્ગેટ આપવામાં આવતા હોવાથી એ પ્રમાણેના કામકાજના ટાર્ગેટ પુરા થતા ન હોવાથી તેના કામના ટેન્શનમાં એસીડ પી લઈ આપઘાતનું પગલું ભરી લીધાનું જાહેર થયું છે.
