જસદણના શિવરાજપુરમાં ફિલ્મી ઢબે પિતાની હત્યા, બે પુત્રો ઘાયલ

વાહન ચલાવવા મામલે થયેલ સામાન્ય ઝઘડો લોહિયાળ બન્યો, સમાધાન માટે ભેગા થયા બાદ પાંચ શખ્સોએ છરી વડે હુમલો કરી, છોટા હાથી માથે ચડાવી દીધું, ત્રણની…

વાહન ચલાવવા મામલે થયેલ સામાન્ય ઝઘડો લોહિયાળ બન્યો, સમાધાન માટે ભેગા થયા બાદ પાંચ શખ્સોએ છરી વડે હુમલો કરી, છોટા હાથી માથે ચડાવી દીધું, ત્રણની ધરપકડ

જસદણના શિવરાજ પુર ગામે રોડ ઉપર ગાડી ઉભી રાખવા બાબતે ભરવાડ અને કોળી પરિવાર વચ્ચે થયેલ બોલાચાલી બાદ સમાધાન માટે ભેગા થયેલ બન્ને જૂથ વચ્ચે લોહિયાળ અથડામણ થતા જેમાં કોળી પરિવારના બે પુત્રોની નઝર સામે પિતાની હત્યા કરવામાં આવી હતી બન્ને પુત્રોને ઈજા થતા સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતા. આ હુમલામાં ભરવાડ જૂથના એકને ઈજા થઇ હતી. ભરવાડ જુથે સમાધાનના માટે બોલાવી અગાઉથી ગુનાહિત કાવતરૂૂ રચી મારી નાખવાના ઇરાદે ફુલ સ્પીડમા વાહન ચાલવી પિતા અને બે પુત્રો ઉપર છોટા હાથી ચડાવી તથા છરી તથા લાકડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવમાં પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીને ઝડપી લીધા છે.

મળતી વિગતો મુજબ જસદણના ખાંડા હડમતીયા ગામના વતની અને હાલ ત્રંબા રામદેવપીરની મંદિર ની પાછળ શ્રીરામ પાર્કમાં રહેતા શૈલેષભાઇ છગનભાઇ ઝાપડીયા (ઉવ.30) ની ફરિયાદને આધારે પોલીસે શિવરાજપુર ગામના સંજય નારણભાઇ મુંધવા , વિક્રમ રઘુ મુંધવા , વજા રઘુ મુંધવા, નારણ રાજા મુંધવા , સાગર નથુ મુંધવાનું નામ આપ્યું છે. ફરિયાદ માં જણાવ્યા મુજબ ગઇ તા.12/02/2026 ના રોજ મારો ભાઈ નિલેષ તથા અમારા ગામના બાબુભાઇ છેલ્લુભાઇ ઝાપડીયા એમ બન્ને સાંજના નવેક વાગ્યાની આસપાસ ખાંડા હડમતીયા ગામ ની સીમમાં રસીકભાઇ મનજીભાઇ ઝાપડીયાની વાડીએ લગ્ન પ્રસંગ હોય જેથી તેઓ બુલેટ લઇને જતા હતા અને રસ્તા માં ઉભા રહેલ જે દરમ્યાન અમારા સંબંધી ભાવેશભાઈ ઝાપડીયા રોડ ઉપર ફોરવ્હીલ કાર લઈને સામા મળતા તેની ગાડી ઉભી રાખતા કારની પાછળ એક છકડો રિક્ષા આવીને ઉભી રહેલ જે રિક્ષા શિવરાજપુર ગામના સંજય નારણભાઇ મુંધવા ચલાવતો હોય જેને મારા ભાઈ તથા સાથેના બાબુભાઈને મોટેથી બુમ પાડી રસ્તામાં ગાડી ઉભી નહી રાખવા બાબતે સંજય ગાળો બોલવા લાગેલ જેથી મારો ભાઈ તથા બાબુભાઈ ત્યાંથી જતા રહેલ હતા બાદ બીજા દિવસે મારા પિતાજીના મોબાઇલ ફોનમાં શિવરાજપુર ગામના વિરમ રઘુભાઈ મુંધવાનો ફોન આવેલ અને કહેલ કે કાલે રાત્રીના તમારા દિકરાએ મારા કાકાના દિકરાને રસ્તામાં રોડ ઉપર કેમ ઉભો રાખેલ તેવુ કહી અપશબ્દો બોલી તમને બધાને જોઇ લઇશ તેવી ધમકી આપેલ બાદ ફરીથી પણ ધમકીના અને મારી નાખવાના ફોન આ વિક્રમ મારા પિતાજીને કરતો હતો જેથી મારા પિતાજી એ મને તથા મારા બન્ને ભાઇઓને કહેલ કે આપણે શીવરાજપુર ગામે સમાધાન માટે સાંજે જવુ છે જેથી અમે બન્ને ભા ઇઓ રાજકોટથી હડમતીયા ગામે આવેલ બાદ અમો તથા મારા પિતાજી તથા બન્ને ભાઇઓ સાથે શીવરાજપુર ગામે કાળી કશ ખાતે મારા મામાના ઘરે આવેલ અને મારા પિતાજીએ વિરમ સાથે ફોનમાં સમાધાન બાબતે મારા મામા સાથે વાત કરે લ પરંતુ વિરમ ફોનમાં ગાળાગાળી કરી તમને બધાને જોઇ લઇશ તેવી ધમકી આપતો હોય અમો મારા મામાના ઘરેથી થોડે દુર રોડ ઉપર ઉભા હતા તે દરમ્યાન એક છોટા હાથી જેવુ વાહન ફુલ સ્પીડે જસદણ બાજુથી આવેલ અને અમો બધા ઉભા હતા ત્યા અમારી ઉપર મારી નાખવાના ઇરાદે અમારી ઉપર ચડાવી દીધેલ જેથી અમો બધા બચવા માટે રોડની સા ઇડમાં દોડીને જતા રહેલ હતા.

જે વાહન શીવરાજપુર ગામનો સંજય નારણ મુંધવા ચલાવતો હતો જેથી અમે તેની પાછળ દોડતા તે વાહન લઇને ત્યાંથી નાશી ગયેલ તે દરમ્યાન વજા રઘુ મુંધવા જેને કાળા કલરના કપડા પહેરેલ હતા તે હાથમાં છરી લઇને દોડતો આવી મારા પિતાજી પર છરી વડે હુમલો કરી પેટમાં તેમજ છાતીના ભાગે છરીના ઘા મારતો જેથી મા રો નાનો ભાઈ નિલેષ મારા પિતાજીને બચાવવા માટે વચ્ચે પડતા આ વજા રઘુ મુંધવાએ તેને પણ પડખામાં છરીનો ઘા મારી દીધેલ હતો જે દરમ્યાન તેની સાથે નારણ રાજા મુંધવા તથા સાગર નથુ મુંધવા આ બન્ને હાથમાં કુંડલી વાળી લાકડી લઇ અને મને તથા મારા ભાઈને માથામા મારવા જતા આડો હાથ રાખતા મને તથા મારા ભાઈને હાથમાતથા ખંભાના ભાગે લાગેલ જે દરમ્યાન દેકારો થતા વજા રઘુ તથા સાગર નથુ તથા નારણ રાજા ત્યાંથી નાશી છુટેલ હતા જે દરમ્યાન શેલેશના પિતાજી તથા ભાઇને છરી વાગવાથી ઈજા થતા રોડ ઉપર પડી ગયેલ હોય તેઓને તાત્કાલીક સારવાર માટે ઇકકો ગાડી માં જસદણ સરકારી હોસ્પીટલે લાવેલ જયા તબીબે તેમને છરીના ઘા થી મૃત્યુ થયેલાનુ જણાવેલ તથા શૈલશના નાના ભાઇ નિલેષને છરીના ઘા થી ગંભાવી રઇજા થયેલ હોય પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ મોકલી આપેલ.

આ બનાવની જાણ થતા જસદણ પોલીસ મથકના પી.આઈ ગોહિલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આ મામલે તપાસ કરી હત્યામાં સંડોવાયલ સંજય નારણભાઇ મુંધવા , વિક્રમ રઘુ મુંધવા , વજા રઘુ મુંધવા, સાગર નથુ મુંધવાને સકંજામાં લીધા છે.

શિવરાજપુર ગામ અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોલીસ બદોબસ્ત ગોઠવાયો
શિવરાજ પુર ગામે રોડ ઉપર ગાડી ઉભી રાખવા બાબતે ભરવાડ અને કોળી પરિવાર વચ્ચે થયેલ લોહિયાળ અથડામણમાં કોળી પરિવારના આધેડનું મોત થયું હતું જયારે બે પુત્રો ઘાયલ થયા હતા સામા પક્ષે હુમલામાં ભરવાડ જૂથના નારણ રાજા મુંધવાને ઈજા થઇ હતી. જેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ભરવાડ જુથે સમાધાનના માટે બોલાવી અગાઉથી ગુનાહિત કાવતરૂૂ રચી મારી નાખવાના ઇરાદે ફુલ સ્પીડમા વાહન ચાલવી પિતા અને બે પુત્રો ઉપર છોટા હાથી ચડાવી તથા છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટના બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ આરોઈ નારણ ઉપર તેમજ શિવરાજપુર ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *