તળાજામાં પિતાએ ત્રણ વર્ષના બાળકને મોબાઈલ આપ્યો ને બેંક એકાઉન્ટ થયું સાફ

ભેજાબાજો સાયબર ફ્રોડના નતનવા હથકંડાઓ અપનાવી ને દુનિયાના કોઈપણ વ્યક્તિ ને લૂંટીરહ્યા છે.સાયબર ફ્રોડ ને લઈ તળાજાના અનેક ઈસમો ગુનાઇત પ્રવૃત્તિ મા જોડાઈ રહ્યાછે તેની…

ભેજાબાજો સાયબર ફ્રોડના નતનવા હથકંડાઓ અપનાવી ને દુનિયાના કોઈપણ વ્યક્તિ ને લૂંટીરહ્યા છે.સાયબર ફ્રોડ ને લઈ તળાજાના અનેક ઈસમો ગુનાઇત પ્રવૃત્તિ મા જોડાઈ રહ્યાછે તેની સાથેસાથે તળાજા ના અનેક વ્યક્તિઓ સાયબર ગાંઠીયાઓનો શિકાર પણબની રહ્યા છે.તળાજા ના એક સરકારી કર્મીએ પોતાના ત્રણ વર્ષના દીકરાને રિલ્સ જોવા માટે મોબાઈલ આપ્યોહતો.એ દરમિયાન બાળકને ખબર ન રહીકે હેકર્સએ મોકલેલ મેસેજને ટચથઈ જવાયું છે.જેના કારણે મોબાઈલ મા ડીઝીટલ ટ્રાન્જેક્શ કરતી એપ્લિકેશનો હેકકરીને હેકર્સએ ખાતામાં રહેલ રકમ ઉપાડી લીધીહતી.

તળાજાના દિગ્વિજય વાળાના બેંક એકાઉન્ટમા ઓન લાઈન માઇનસ 8 કરોડ ના મામલે તેઓનું ખાતું ફ્રીઝ કરી દેવની ઘટના બાદ આજે વધુએક ચોંકાવનારી ઘટના સામે આવીછે.આ ઘટના એવીછેકે જે પરિવાર પોતાના સંતાનો ખાસ કરીને નાના ભૂલકાઓને મોબાઈલ રમવા કે રિલ્સજોવું માટે આપેછે તેના માટેખાસ ચેતવણી રૂૂપ કિસ્સો છે.

સરકારી શાળાના કર્મચારી એ જણાવ્યું હતુ કે પોતાના ત્રણવર્ષના દીકરાને રિલ્સ જોવામાટે મોબાઈલ આપ્યો હતો. યુ-ટ્યુબ ખોલીને તે રિલ્સ જોઈરહ્યો હતો. એ સમય દરમિયાન આવેલ મેસેજ પણ તેમની ના સમજ ભાવે આંગળી અડીગઈ જેના કારણે મોબાઈલ હેકર્સ એ મોબાઈલ હેકકરી લીધોહતો. પોતાના મોબાઈલ તે ચલાવી શકતોહતો. મોબાઈલ ની તમામ વસ્તુઓ તે જોઈશકતો હતો. જેને કારણે હેકર્સએ બેંક એકાઉન્ટ મા રહેલ તમામ રકમ પોતાના ગૌહાટી ના ખાતામાં ટ્રાન્સફરકરી નાખીહતી.

નવાઈની વાતતો એછેકે હેકર્સ એ એ રીતે મોબાઈલ હેક કર્યોહતોકે ટ્રાન્જેક્શ ને લઈ કોઈ OTP અને મેસેજ પણ આવ્યોન હતો!. સરકારી કર્મચારી બજારમાં ખરીદી કરવા ગયા ત્યારે તેઓ ઓનલાઈન પેમેન્ટ કરવા જતા ગૂગલ અને ફોન પે ચાલતાન હતા.જેથી ભીમ એપ ડાઉનલોડ કરતા મેસેજ મળેલ કે ગૂગલ વિડિઓ નામની એપ ડિલીટ મારીદો. તેમ કરતા બંને એપ ચાલુથઈ ગઈહતી અને હેકર્સ એ બેલેન્સ માત્ર રૂૂ.526 રહેવા દીધીહતી.બે દિવસ બાદ ખબર પડીહતી.હકર્સ નું બેંક એકાઉન્ટ શેખ ના નામનું દેખડતા હતા.તે સાયબર સેલના 1930 પર ફરિયાદ કરી ઘટતી કાર્યવાહી કરીહતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *