ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના કાજાવ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર પિતા અને તેમની માસૂમ પુત્રીનું કરૂૂણ મોત નિપજ્યું છે. બનાવની વિગતો મુજબ, સિહોર તાલુકાના કાજાવદર ગામે રહેતા સંજયભાઈ બોઘાભાઈ પરમાર ઉં.વ. 32 અને તેમની 9 વર્ષની દીકરી રશીતા સંજયભાઈ પરમાર પોતાની બાઈક નંબર GJ-04-DF-761 પર સવાર થઈને જાંબાળા ગામથી કાજાવદર તરફ આવી રહ્યા હતા.
દરમિયાન બાઇક પર સામેથી આવી રહેલા ડમ્પર નંબર GJ-04-DF-761 ના ચાલક સાથે તેમની બાઈકનો અકસ્માત સર્જાયો હતો. આ જોરદાર ટક્કરમાં 9 વર્ષીય રશીતાબેનનું ઘટનાસ્થળે જ કરૂૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પિતા સંજયભાઈને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાં હાજર તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા.
આ અકસ્માતની જાણ થતા જ સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા. સમગ્ર બનાવ અંગે સિહોર પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે. એક જ પરિવારના બે સભ્યોના મોતથી કાજાવદર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
