PM મોદી ગુજરાતમાં: 19800 કરોડના પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત

કેન્દ્ર સરકારના 10900 કરોડ અને રાજ્ય સરકારના રૂા.5200 કરોડથી વધુના વિકાસકામોનો સમાવેશ 34 જિલ્લામાં 38949 આવાસોમાં નાગરીકોનો ગૃહપ્રવેશ: થરાદમાં જાહેરસભાને સંબોધન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે…

કેન્દ્ર સરકારના 10900 કરોડ અને રાજ્ય સરકારના રૂા.5200 કરોડથી વધુના વિકાસકામોનો સમાવેશ

34 જિલ્લામાં 38949 આવાસોમાં નાગરીકોનો ગૃહપ્રવેશ: થરાદમાં જાહેરસભાને સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વધુ એક વખત હોમસ્ટેટ ગુજરાતના પ્રવાસે છે અને વાવ-થરાદ ખાતેથી કેન્દ્ર અને રાજ્ય સરકારના મળીને રૂા.19800 કરોડ વિકાસકાર્યોના લોકાર્પણ તથા ખાતમુહુર્ત કર્યા હતા તેમજ થરાદ ખાતે વિશાળ જાહેરસભા સંબોધી હતી.

વડાપ્રધાને કરેલા લોકાર્પણ ખાત મુહુર્તમાં ભારત સરકારના ઊર્જા, માર્ગ,પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના ₹10,921 કરોડના તેમજ ગુજરાત સરકારના શહેરી વિકાસ, જળ સંસાધન, પાણી પુરવઠા, માર્ગ અને મકાન, GIDC, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પ્રવાસન અને આદિજાતિ વિકાસ વિભાગના ₹8886 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. વાવ-થરાદ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભારત અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લાના ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી (RE) પાર્ક નિર્માણાધીન છે. વડાપ્રધાને ખાવડાના RE પાર્ક માટે ઊર્જા મંત્રાલય હેઠળના 3 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ (કુલ ₹3645 કરોડના ખર્ચે) કર્યું હતું.

આ ઉપરાંત, ભારત સરકારના માર્ગ, પરિવહન અને હાઇવે મંત્રાલય હેઠળ ઇડર-બડોલી બાયપાસ ફોર લેન રોડ (₹705 કરોડના ખર્ચે) અને ધોળાવીરા-મૌવાણા-વોવા-સાંતલપુર સેક્શનનું (₹575 કરોડના ખર્ચે) ખાતમુહૂર્ત તેમજ અમદાવાદ-ધોલેરા પેકેજ 1 (₹1298 કરોડના ખર્ચે), પેકેજ 2 (₹1415 કરોડના ખર્ચે), પેકેજ 3 (₹1034 કરોડના ખર્ચે) અને પેકેજ 4નું (₹1358 કરોડના ખર્ચે) લોકાર્પણ કરવામાં આવશે. ભારત સરકારના રેલવે મંત્રાલયના ₹891 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યા. જેમાં હિંમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ લાઇન, ગાંધીધામ-આદિપુર વચ્ચે ક્વોડ્રપલિંગ અને રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટના ભાગરૂૂપે કાનાલુસ-જામનગર ડબલિંગ જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ખેડબ્રહ્મા-હિંમતનગર-અસારવા ટ્રેનને ખેડબ્રહ્મા ખાતેથી લીલી ઝંડી આપવામાં આવી.

આ સિવાય વડાપ્રધાને ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ કુલ ₹8886 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. તેમાં શહેરી વિકાસ વિભાગ હેઠળ સૌથી વધુ ₹5295.5 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રોજેક્ટ્સમાં મુખ્યત્વે અમદાવાદ અને ગાંધીનગર ખાતેના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.
ગાંધીનગર ખાતે આર્થિક રીતે પછાત વર્ગો (EWS) માટે રહેણાંક ઘરોનું નિર્માણ, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગથી અડાલજ TSPS સુધી ખુલ્લા ખોદકામ (લંબાઈ = 2420 મીટર) અને માઇક્રોટનલિંગ (લંબાઈ = 3180 મીટર) દ્વારા 1800 મીમી ગટર ટ્રંક નાખવી, પેથાપુર ખાતે 15 એમએલડી સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ક્ધસ્ટ્રક્શન, રાંધેજા ખાતે 4 તળાવોનું ઇન્ટરલિંકિંગ અને સ્ટોર્મ વોટર લાઇન નાખવાનું કામ વગેરે જેવા પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.

શહેરી વિકાસ વિભાગ ઉપરાંત, ગુજરાત સરકારના જળ સંસાધન, પાણી પુરવઠા, માર્ગ અને મકાન, GIDC, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પ્રવાસન, આદિજાતિ વિકાસ તેમજ ગ્રામીણ વિકાસ વિભાગના પણ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. વધુમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત ગુજરાતના 34 જિલ્લાઓમાં 38,949 આવાસોમાં નાગરિકોનો ગૃહપ્રવેશ કરાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *