રાજકોટ-મોરબી હાઈવે પર ગમખ્વાર અકસ્માત: બે કાર વચ્ચે ભીષણ ટક્કર થતાં બે માસુમ બાળકોના મોત

  રાજકોટ-મોરબી હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. કાગદડી ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો. બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 2 બાળકોના મોત…

 

રાજકોટ-મોરબી હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. કાગદડી ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો. બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 2 બાળકોના મોત થયાં હતાં. જયારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને લઈને પરિવારમાં શોકનો માહોલ છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.

મળતી વિગતો અનુસાર ઘટના ગત મોડી રાત્રે રાજકોટ-મોરબી હાઈવે પર આવેલા કાગદડી ગામ પાસે સર્જાય હતી. પૂરઝડપે આવી રહેલી બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 વર્ષીય મોક્ષ અને નવ મહિનાની શ્રેયા મદ્રેસણિયાનું મોત થયું હતું. બંને માસૂમ બાળકનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઉપરાંત, કારમાં સવાર અન્ય 4 વ્યક્તિઓ પણ ઈજાગ્રસ્ત થયા હતાં, જેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માત કયા કારણોસર સર્જાયો, તે અંગે વધુ તપાસ શરુ કરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *