ગોંડલ-આટકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: કાર પુલ નીચે ખાબકતાં અગનગોળો બની, બાળક સહિત ત્રણ લોકો જીવતા ભુંજાયા

  ગોંડલ-આટકોટ હાઈવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે એક કાર પુલ નીચે ખાબકતાં તેમાં ભીષણ…

 

ગોંડલ-આટકોટ હાઈવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે એક કાર પુલ નીચે ખાબકતાં તેમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં ત્રણના મોત થયાં છે. કારમાં સવાર એક બાળક સહિત ત્રણ લોકોને બહાર નીકળવાનો મોકો મળે તે પહેલાં જ તેઓ જીવતા ભડથું બન્યા હતાં.

મળતી માહિતી મુજબ ફૂલ સ્પીડમાં જતી કાર પરથી અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. અને કાર રોડ પરથી નીચે ઉતરીને પુલની નીચે ખાબકી હતી. ત્યારબાદ કારમાં આગ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક બાળક સહિત ત્રણ લોકોને બહાર નીકળવાનો મોકો મળે તે પહેલાં જ તેઓ જીવતા ભુંજાયા છે. કારમાં શોર્ટ સર્કિટ અથવા ઈંધણ લીકેજને કારણે ભયાનક આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને ગોંડલ ફાયર વિભાગની ટીમ તથા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી.

ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. કારની અંદર તપાસ કરતા બે વ્યક્તિના માનવ હાડપિંજર મળી આવ્યા છે, જે અકસ્માતની ભયાનકતા રજૂ કરે છે. દુર્ઘટના એટલી ગંભીર હતી કે મૃતકોની ઓળખ કરવી અશક્ય બની હતી. ગોંડલ પોલીસે અકસ્માત સ્થળે પંચનામું કર્યું છે. કારના રજિસ્ટ્રેશન નંબર અને એન્જિન નંબરના આધારે કારના માલિકની શોધખોળ અને મૃતકો કોણ હતા તેની ઓળખ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *