બોટાદ જીલ્લાના રાણપુર-પાળીયાદ હાઈવે ઉપર અલમપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.જેમાં 2 યુવકો ના ઘટના સ્થળે મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.આ અકસ્માત અંગે મળતી માહીતી મુજબ આ બંને યુવકો બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે અલમપુર ગામ પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા બંને યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે અકસ્માત સર્જી ટ્રક ચાલક પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો હતો.આ બંને યુવકો સાયલા તાલુકાના નવાગામ ના જયપાલ હનાભાઈ બાવળીયા ઉંમર-19 વર્ષ અને નિલેશ લીંબાભાઈ બાવળીયા ઉંમર-21 વર્ષ હોય બંને મૃતક યુવક ને પી.એમ.માટે રાણપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.જ્યારે પોલીસે આ અકસ્માત ની ઘટના ને લઈ વધુ તપાસ હાથ ધરી છે.
રાણપુરના અલમપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત: બે યુવાનના મોત
બોટાદ જીલ્લાના રાણપુર-પાળીયાદ હાઈવે ઉપર અલમપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.જેમાં 2 યુવકો ના ઘટના સ્થળે મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.આ…
