રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સેલવાસના દુધની ગામ મેઘા મેઢાની હદમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, કાર મોટા પથ્થરો સાથે ભટકાયા બાદ ત્રણથી ચાર પલટી ખાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં સુરતના કાર સવાર પાંચ પૈકી ચાર વ્યકિતઓના ઘટના સ્થળે મોત થયા હતા.એક શખ્સને ઇજા પહોંચી હતી. સ્થાનિકો દ્વારા પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.લોકોએ ભારે જહેમત બાદ ચાર વ્યકિતઓના મૃતદેહો ભારે જહેમત બાદ બહાર કાઢયા હતાં.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત ખાતે રહેતા સુનિલ કાલિદાસ નિકુંજ (ઉ.વ.24), હસમુખ માગોકિયા (ઉ.વ.45), સુજીત પરસોતમ કલાડીયા (ઉ.વ.45), સંજય ચંદુભાઇ ગજ્જર (ઉ.વ.38) અને હરેશ વડોહડીયો (ઉ.વ.38) કાર સેલવાસના પર્યટક સ્થળ દુધનીની સહેલગાએ નિકળ્યા હતા. દુધની નજીકના ઉપલા મેઢા ગામની હદમાં ઘાટ ઉતરતી વેળા અચાનક કાર ચાલકનો સ્ટીયરીંગ પરનો કાબુ જતો રહેતા રોડ નજીક પથ્થરના ઢગ સાથે કાર અથડાયા બાદ ત્રણથી ચાર પલટી ખાતા અકસ્માત થયો હતો.
અકસ્માતને લઈને ગામના આગેવાનો સહિત લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાદમાં લોકોએ કારમાં ફસાયેલા પાંચ વ્યકિતઓને બહાર કાઢવા કવાયત હાથ ધરી હતી. ભારે જહેમત બાદ એક પછી એક મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતાં. જ્યારે ઇજાગ્રસ્ત વ્યક્તિને બહાર કાઢી હોસ્પિટલ કહતે ખસેડવામાં આવ્યો. ઘટનાને લીએન પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી તપાસ હાથ ધરી હતી.