ઉત્તરપ્રદેશના અમેઠી ગમખ્વાર અકસ્માત: જાનૈયાઓથી ભરેલી સ્કોર્પિયો ટ્રક સાથે અથડાઇ, 3ના મોત, 5 ઘાયલ

ઉત્તર પ્રદેશના અમેઠીમાં ગઈ કાલે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અને અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.…

ઉત્તર પ્રદેશના અમેઠીમાં ગઈ કાલે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અને અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનું તો કચ્ચરઘાણ થઈ ગયું હતું. આ ઘટની જાણ થતાં જ પોલીસ ઘટન સ્થળ પહોંચી હતી. અને તમામ ઘાયલોને હોસ્પિટલ લઈ ગઈ.

આ ઘટના અંગેની મળતી વિગતો અનુસાર સુલતાનપુરના દશ ઘર પારા પોલીસ સ્ટેશનની હદમાં આવતા કલા ગામથી શહેરી વિસ્તારમાં એક જાન આવી હતી. આ લગ્ન સમારોહમાં હાજરી આપ્યા બાદ પપ્પુ કશ્યપ, રુપક, બેટુ, દેવ, અભિષેક, પ્રદીપ, લક્ષ્ય પ્રતાપ સિંહ કાર વડે ઘરે પાછા ફરી રહ્યા હતા તે સમયે જ અકસ્માત સર્જાયો હતો.

પોલીસના જણાવ્યાનુસાર બાંદા-ટાંડા નેશનલ હાઈવે પર એસબીઆઈ બેન્ક નજીક આ સ્કોર્પિયો કારની ટ્રક સાથે ભયંકર ટક્કર થઇ હતી. જેના લીધે ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી.જ્યારે કારનું કચ્ચરઘાણ વળી ગયું હતું. કારમાં ફસાયેલા લોકોને હેમખેમ કારમાંથી બહાર કાઢીને હોસ્પિટલ રવાના કરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *