રાજ્ય અને રાષ્ટ્રના કિસાનો શાસકોની નીતિના પગલે બન્યા બેહાલ: કોંગ્રેસ

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહજી જાડેજાની યાદી મુજબ આજરોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે. આ દિવસ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી…

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહજી જાડેજાની યાદી મુજબ આજરોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે. આ દિવસ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન ચૌધરી ચરણસિંહજી એમને પોતાનું જીવન પર્યંત ખેડૂતોના પ્રશ્નો અંગે મજબૂત અવાજ ઉઠાવી તેમણે પોતાના સમગ્ર જીવન દરમિયાન ખેડૂત ગામડા અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે અડગ સંઘર્ષો કર્યા હતા.

ભારતની અર્થવ્યવસ્થા નો આધાર સ્તંભ એવા ખેડૂત આજે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. વધતાં જતાં ઉત્પાદન ખર્ચ ખાતર-બીજનો ભાવ વધારો, અનિશ્ચિત હવામાન, પૂરતું એમએસપી ન મળવું. સિંચાઈની અછત અને પાક વીમાની જટિલ પ્રક્રિયા ખેડૂતોને સતત દબાણમાં મૂકી રહી છે. ખેડૂતોની રકમ સમયસર અને પારદર્શક રીતે ચૂકવવામાં આવતી નથી ખાતર બીજ અને ડીઝલના ભાવ પર નિયંત્રણ રાખવામાં આવે યુવા ખેડૂતોને કૃષિમાં ટકાવી રાખવા માટે આધુનિક તાલીમ અને સહાય આપવામાં આવે રાષ્ટ્રીય કિસાન દિવસ ઉજવણીનો દિવસ નથી પરંતુ અન્નદાતા ના પ્રશ્નો સમજી તેને ન્યાય અપાવવાનો સંકલ્પ લેવાનો દિવસ છે ખેડૂત મજબૂત હશે તો દેશ મજબૂત બનશે અન્નદાતા નું સન્માન એ જ સાચું રાષ્ટ્ર સેવાનું કાર્ય છે.

વર્તમાન શાસકોએ કહ્યું હતું કે અમારી સરકાર આવશે તો કિસાનો ના દેવા માફ કરવામાં આવશે પરંતુ આજે ગુજરાતમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા નથી દેશમાં અને રાજ્યમાં ખેડૂતોના આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે ખેડૂતોના આત્મહત્યા કરનાર વિધવા બહેનોને કોઈ પણ પ્રકારની સહાય મળતી નથી કુદરતી આપત્તિઓમાં પૂરતા ભાવ ન મળતા બેંકોની નોટીસોને કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. આવા ખેડૂતોને રાજ્ય સરકારે કોઈપણ પ્રકારની આર્થિક મદદ કરી નથી અન્ય રાજ્યોમાં માસિક સહાય આત્મહત્યા કરનાર ખેડૂતોના વિધવા બહેનોને ચૂકવવામાં આવે છે. અન્ય રાજ્યમાં વિધવા બહેનોના એજ્યુકેશન ખર્ચ પણ આપવામાં આવે છે. ગુજરાત સરકાર નવા વિધાનસભામાં સત્રમાં નાણાકીય વર્ષ 2025 માં કૃષિ નીતિ અંગે પૂરતું ભંડોળ ફાળવે.

હાલ રાજ્યમાં ખાનગી વીજ કંપનીઓ ખેડૂતોની પરેશાન કરી રહી છે ખેતરમાં વીજ લાઈન પસાર થવાની હોય કયા ગામમાંથી કયા ખેતરમાંથી વીજ લાઈન પસાર થશે તેની કોઈ માહિતી આપવામાં આવતી નથી વીજ કંપનીઓ પોલીસની સાથે રહી દાદાગીરી કરી ખેડૂતોના ખેતરમાં વીજ પોલ ઉભા કરે છે અને ખેડૂતો સામે બળજબરીપૂર્વક કામગીરી કરે છે પોલીસ અને રાજ્ય સરકારની મીલીભગતથી વીજ કંપનીઓની કરવામાં આવતી કનડગત સામે રાજ્ય સરકાર ફોજદારી ગુનો દાખલ કરાવે ખેડૂતોની મંજૂરી વગર વીજ પોલ નાખવાની જે હીલચાલ ચાલી રહી છે તેનો અમારો વિરોધ છે. ત્યારે આજના રાષ્ટ્રીય કિસાન દિવસ નિમિત્તે ખેડૂતો મક્કમતાથી કોઈપણ જાતના ડર વગર પોતાના હક માટે લોકશાહી ઢબે શિસ્તબઘ રીતે લડાઈ કરે ખેડૂતોની વ્યાજબી માગણી અંગે અને પોતાના હકની લડાઈ માટે કોંગ્રેસ હરહંમેશ ખેડૂતોની સાથે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *