પારેવડી ચોક પાસે ગંગેશ્ર્વરમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત

શહેરના પારેવડી ચોક પાસે ગંગેશ્ર્વરમા રહેતા બંગાળી યુવાન નીરુમલ હોસેન (ઉ.વ. ર4) એ લુંગી વડે ગળેફાંસો ખાઇ લેતા તેમને 108 ના તબીબે મૃત જાહેર કર્યો…

શહેરના પારેવડી ચોક પાસે ગંગેશ્ર્વરમા રહેતા બંગાળી યુવાન નીરુમલ હોસેન (ઉ.વ. ર4) એ લુંગી વડે ગળેફાંસો ખાઇ લેતા તેમને 108 ના તબીબે મૃત જાહેર કર્યો હતો. નીરુમલ મુળ બંગાળનો રહેવાસી છે અને અહી રાજકોટમા રહી પરીવારનુ ગુજરાન ચલાવે છે. આ મામલે યુવાને કયા કારણોસર આ પગલુ ભર્યુ એ અંગે તપાસ ચાલી રહી છે તેમજ બી ડીવીઝન પોલીસના એએસઆઇ કે. વી. ગોહેલ તપાસ ચલાવી રહયા છે.

બીજી ઘટનામા તીરુપતી સોસાયટી શેરી નં પ/10 નો ખુણો કોઠારીયા રોડ પર રહેતા દયાબેન આશીષભાઇ સોલંકી (ઉ.વ. 36) નામના સગર્ભાને ગઇકાલે સાંજના સમયે પ્રસુતીની પીડા ઉપડતા તેઓને નવનીત હોલ પાસે આવેલી આદિત્ય હોસ્પીટલમા ખસેડાયા હતા જયા સારવાર દરમ્યાન તેમનુ મોત નીપજતા પરીવારમા શોક છવાઇ ગયો છે. આ મામલે ભકિતનગર પોલીસના વાય. સી. ઝરગેલા તપાસ ચલાવી રહયા છે જયારે ત્રીજી ઘટનામા જય ખોડીયાર સોસાયટી પ્લોટ નં 90 મા રહેતા શોભનાબેન કિશોરભાઇ નામના પ8 વર્ષના મહીલા ગઇ તા 11 ના રોજ ગોવર્ધન ચોક પાસેથી પસાર થતા હતા ત્યારે તેમને બાઇકના ચાલકે ઠોકરે લીધા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે સૌપ્રથમ દોશી હોસ્પીટલ બાદ બી. ટી. સવાણી હોસ્પીટલમા ખસેડાયા હતા જયા તેઓનુ મૃત્યુ નિપજતા મહીલાના અંગોનુ પરીવારજનોની સહમતી દ્વારા અંગદાન કરવામા આવ્યુ હતુ. આ મામલે માલવીયાનગર પોલીસ મથકના એએસઆઇ એચ. ટી. પરમાર તપાસ ચલાવી રહયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *