મનપાના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા આજે ફરિયાદોના પગલે ચેકિંગ કામગીરી શરૂ કરવામાં આવેલ જેમાં બાંધકામ વેસ્ટ જાહેર સ્થળો ઉપર વાહન મારફતે ઠલાવતા ત્રણ આસામીઓને પકડી પાડી તેમની પાસેથી રૂા.17500નો વહીવટી ચાર્જ વસુલી ફરી વખત આ પ્રકારનુ કૃત્ય કરવામાં ન આવે તે અંગેની સુચના આપવામાં આવેલ તેમ જુના બાંધકામો તોડવામાં આવતા હોય તેવા એકમો ઉપર વિભાગીય સ્ટાફને નજર રાખવાની સુચના આપવામાં આવી હતી.
શહેરના વોર્ડ નં. 8, 150 ફૂટ રોડ પાસે, અમિન માર્ગ પર જાહેર જગ્યા પર C& D(બાંધકામ) વેસ્ટ નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ત્રણ આસામીઓ પાસેથી રૂૂ. 17,500/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તા. 20-12-2025 અને 21-12-2025ના દિવસ દરમિયાન વોર્ડ નં.8 ખાતે (1) 150 ફૂટ રીગ રોડ પાસે, અમિન માર્ગના ખૂણા પર, (2) મહાવીર સોસાયટી પાસે, (3) રીલાયન્સ મોલ પાસે જાહેર જગ્યા પર C& D(બાંધકામ) વેસ્ટ નાખવા બદલ અલગ અલગ ત્રણ આસામીઓ પાસેથી રૂૂ. 17,500/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ હતી.
ઉપરોક્ત કામગીરી રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પર્યાવરણ ઈજનેરની સુચના અને નાયબ પર્યાવરણ ઈજનેરના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં.8 ના મદદનીશ પર્યાવરણ ઈજનેર, સેનીટેશન ઓફિસર, સેનીટરી ઇન્સ્પેકટર, સેનીટરી સબ ઇન્સ્પેકટર દ્વારા કરવામાં આવેલ. રાજકોટ શહેરના શહેરીજનોને જાહેર જગ્યામાં C& D(બાંધકામ) વેસ્ટ, કચરો ન ફેકવા તેમજ ગંદકી ન કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.
