જામજોધપુરના યાર્ડની પેઢી દ્વારા ખેડૂતો સાથે લાખોની છેતરપિંડી

પાંચ ખેડૂતની જણસીના રૂા.32 લાખ ચૂકવ્યા વગર જ પિતા-પુત્ર અને ભાઇ સહિત ત્રણ વેપારી પેઢીને તાળા મારી છૂમંતર: પોલીસમાં ફરીયાદ નોંધાઇ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની એક…

પાંચ ખેડૂતની જણસીના રૂા.32 લાખ ચૂકવ્યા વગર જ પિતા-પુત્ર અને ભાઇ સહિત ત્રણ વેપારી પેઢીને તાળા મારી છૂમંતર: પોલીસમાં ફરીયાદ નોંધાઇ

જામજોધપુર માર્કેટિંગ યાર્ડની એક વેપારી પેઢી કાચી પડતાં વેપારી આલમ માં અને ખેડૂતોમાં ભારે હલચલ મચી ગઈ છે. સતાપર ગામના પાંચ ખેડૂતોની રૂૂપિયા 32 લાખની જણસ મેળવી લીધા પછી તેની રકમ નહીં ચૂકવી વેપારી પિત- પુત્ર, અને ભાઈ કે જેઓ પોતાના ધંધા ના સ્થળ અને મકાનને તાળા મારીને ભાગી છૂટ્યા છે, જેથી ત્રણેય સામે ખેડૂતો દ્વારા છેતરપિંડી અંગેની જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે તમામને પોલીસ શોધી રહી છે.

જામજોધપુર ના માર્કેટિંગ યાર્ડમાં આવેલી વિઠલાણી બ્રધર્સ નામની વર્ષો જૂની પેઢી, તથા તેની સાથે સંયુક્તમાં આવેલી અલગ અલગ બે પેઢી કે જેઓના સંચાલક રમેશભાઈ મથુરાદાસ વિઠલાણી, અને ગોપાલભાઈ મથુરાદાસ વીઠલાણી નામના બે ભાઈઓ તેમજ રમેશભાઈના પુત્ર કિસન રમેશભાઈ વિઠલાણી કે જેઓએ જામજોધપુર તાલુકાના સતાપર ગામના કેટલાક ખેડૂતોની ચાણસ ની રકમ ચૂકવ્યા વિના પેઢીને તાળા મારીને ભાગી છુટયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ઉપરાંત તેઓનો મકાન પણ બંધ અવસ્થામાં છે, અને સમગ્ર પરિવાર ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જેથી ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે.

જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહીને ખેતી કામ કરતા દિનેશભાઈ સુરાભાઈ પરમાર કે જે અઢી દાયકાથી ઉપરોક્ત વિઠ્ઠલાણી બંધુઓ ની પેઢી સાથે પોતાની અલગ અલગ જણસની વેચાણ કરી વ્યવહાર ચલાવે છે, જે ભરોસા ને લઈને આ વખતે પણ દિનેશભાઈ પરમાર દ્વારા પોતાની અંદાજે 5,16.750 ની કિંમત નો મગફળી નો જથ્થો વેચાણ માટે વેપારી ને આપ્યો હતો, જેની બાકી રોકાતી રકમ આપવા માટે અવાર નવાર જુદા જુદા બહાના આપતા હતા.

આખરે પેઢીના સંચાલકો લાપતા બની ગયા હોવાથી આખરે થતા પર ગામના ખેડૂત દિનેશભાઈ પરમાર દ્વારા ત્રણેય આરોપીઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે.

આ ઉપરાંત તેઓની સાથે જસાપર ગામના પણ અન્ય ચાર ખેડૂતો કે જે ઓએ પણ વધુ 27 લાખ રૂૂપિયા ની અલગ અલગ જણસ તેમાં મગફળી કપાસ જીરું વગેરેનો સમાવેશ થાય છે. જે તમામ વસ્તુઓ મેળવી લીધા પછી પેઢીના સંચાલકોએ થોડા સમયમાં પૈસા આવી જશે તેમ કહયે રાખ્યું હતું, અને પોતાની પેઢીને તાળા મારીને આખરે તેઓ ભાગી છુટ્યા હતા.

જેથી સમગ્ર મામલો જામજોધપુર પોલીસ મથકમાંમાં લઈ જવાયો છે, અને દિનેશભાઈ પરમાર ની ફરિયાદના આધારે જામજોધપુર પોલીસે જુદી જુદી કલમમાં હેઠળ ગુન્હો નોંધ્યો છે, અને તપાસનો ધમધમા શરૂૂ કર્યો છે.

હાલ તમામ આરોપીઓના મોબાઇલ ફોન સ્વીચ ઓફ થઈ ગયા છે, જ્યારે ધરના પણ સભ્યો પોતાના મકાન પર તાળા મારીને લાપત્તા થયા હોવાથી મોબાઇલ ફોનની કોલ ડિટેઇલ ના આધારે તમામના લોકેશન મેળવવામાં આવી રહ્યા છે. આ પ્રકરણની તપાસ જામજોધપુરના પી.એસ.આઇ એચ.બી. વડાવીયા ચલાવી રહ્યા છે.જામજોધપુર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના અન્ય કોઈ ખેડૂતો આ પેઢી સાથે સંકળાયેલા હોય અને તેઓ ના પણ પૈસા ફસાયા હોય તો તાત્કાલિક અસરથી જામ જોધપુર પોલીસ મથકનો સંપર્ક સાધવા પોલીસ દ્વારા કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *