પડધરીમાં પણ વીજપોલના વિરોધમાં ખેડૂત છાવણી શરૂ, ત્રણ દિવસના પ્રતિક ધરણાં

રાજકોટ જિલ્લાના પડધરી ખાતે હેવી વીજપોલ (ટ્રાન્સમિશન લાઇન)ના આયોજન સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેતીની જમીન પરથી પસાર થતી આ લાઇનના વિરોધમાં…

રાજકોટ જિલ્લાના પડધરી ખાતે હેવી વીજપોલ (ટ્રાન્સમિશન લાઇન)ના આયોજન સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેતીની જમીન પરથી પસાર થતી આ લાઇનના વિરોધમાં ‘ખેડૂત હિતરક્ષક સમિતિ’ દ્વારા પડધરી બાયપાસ ખાતે આવેલા વસુંધરા હોટેલ અને નાયરા પેટ્રોલ પંપની વચ્ચેના વિસ્તારમાં ત્રણ દિવસીય પ્રતીક ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે.આંદોલનકારી ખેડૂતોની મુખ્ય માંગ કેન્દ્ર સરકારના ’ચાર ગણા વળતર’ના કાયદાનો ગુજરાતમાં યોગ્ય અમલ કરવાની છે. ખેડૂત પ્રતિનિધિ મનોજ પનારાએ આક્ષેપ કર્યો હતો કે, રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રમાં ઘણી ખામીઓ અને ભૂલો છે, જે ખેડૂતોને સ્વીકાર્ય નથી.

આ ધરણા સવારના 10:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી યોજાશે.પડધરી તાલુકાના 52 ગામોના હજારો ખેડૂતો આ આંદોલનમાં જોડાઈ રહ્યા છે, જેમાં ઘણા ખેડૂતો એક દિવસ તો ઘણા ત્રણ દિવસ સુધી ઉપવાસ પર બેસશે. આ લડત માત્ર પડધરી પૂરતી સીમિત ન રહેતા ગુજરાતભરના ખેડૂત આગેવાનોનું સમર્થન પણ મેળવવામાં આવશે.

ખેડૂતોનું માનવું છે કે, જે 7.5 લાખ કરોડનું રોકાણ કરતી કંપનીઓને સરકારે લાભ આપવાનો છે, તે સામે ખેડૂતોના હિતને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે. આંદોલનકારીઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી આ બાબતે દિલ્હી સુધી અવાજ નહીં પહોંચે અને કેન્દ્રીય સ્તરે ન્યાય નહીં મળે, ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. ખેડૂતોએ સરપંચોના લેટરપેડ દ્વારા પણ આ મામલે લેખિતમાં વિરોધ નોંધાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *