કેશોદ ના બામણાસા ઘેડ ગામે ગત વર્ષ ચોમાસા દરમિયાન ખેડૂતો ના ખેતરના પાળા તુટી ગયા હતા અને ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું ત્યારે આજે આઠ માસ પછી પણ બામણાસા ઘેડ ના ખેડૂતો ના ખેતરના પાળાઓ તંત્ર દ્વારા રિપેર ન કરાતાં આ પ્રશ્ર્ને બામણાસા ગામે અર્ધ નગ્ન હાલતમાં ખેડૂતો એ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદશિત કયોે હતો.
કેશોદ ના બામણાસા ઘેડ ગામે દર વર્ષે ચોમાસામાં ખેતર ના પાળા તુટવાથી ખેડૂતો ની હજારો હેકટર ખેતિની જમીન નું ધોવાણ થાય છે ત્યારે આ પ્રશ્ર્ન નો વહેલાસર ઉકેલ લાવવા માટે નું વચન ખેડુતો ને આ ગામમાં ગયા વષે ભાગવત સપ્તાહ ના એક કાયેકમમાં હાજરી આપવા માટે આવેલા પોરબંદર ના સાંસદ મનસુખભાઈ માંડવિયા એ આપી હતી પરંતુ હજુ સુધી આ કામમાં કોઈ ગતી આવી નથી તેમ ખેડૂતો એ જણાવ્યું હતું તો બીજી તરફ ફરી ચોમાસુ નજીક આવી રહીયુ છે ત્યારે ફરી આવી ધટના ન બને તે માટે થઈ ગત વર્ષે ધોવાણ થયેલ પાળાઓ ફરીથી તંત્ર દ્વારા બનાવી દેવામાં આવે તેમ ખેડૂતો એ આ તકે જણાવાયું હતું.
ગત વર્ષે ભારે વરસાદ ને કારણે હજારો એક્ટર ખેડૂતો ની જમીન નું ધોવાણ થયું હતું ખેડૂત ના પાળા તુટી જવાથી જમીન અને પાકનો સફાયો થઈ જાય છે ત્યારે આગામી વષે આવી ધટના ન બને તે માટે થઈ ગત વર્ષે તુટેલા પાળાને મજબૂતાઈ રિતે રિપેર કરી અને ચોમાસા પહેલા આ કામ પુરૂૂ કરી દેવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે
