ગરબા લઇને પરત ફરતી રાજકોટની તબીબી છાત્રા સહિત ત્રણના મોત

ગાંધીનગરના અડાલજ રોડ પર આવેલી મહારાજા હોટેલ નજીક આજે દશેરાની વહેલી સવારે પૂરપાટ ઝડપે જઈ રહેલી હોન્ડાઈ વરના કાર(GJ 01 KW 5647) રોડ વચ્ચેના ડિવિડર…

ગાંધીનગરના અડાલજ રોડ પર આવેલી મહારાજા હોટેલ નજીક આજે દશેરાની વહેલી સવારે પૂરપાટ ઝડપે જઈ રહેલી હોન્ડાઈ વરના કાર(GJ 01 KW 5647) રોડ વચ્ચેના ડિવિડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર ચારમાંથી એક યુવક અને યુવતીનું સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બીજા યુવક- યુવતીને ગંભીર હાલતમાં નજીકની કે. ડી. હોસ્પિટલ સારવારમાં ખસેડાયા હતા, જ્યાં યુવતીનું પણ મોત થતાં મૃત્યુઆંક ત્રણ થયો છે. જ્યારે ચોથા યુવકની સ્થિતિ પણ ગંભીર છે.

પોલીસ સૂત્રો મુજબ, કે.ડી. હોસ્પિટલમાં મૃત્યુ પામનાર યુવતીનું નામ આસ્થા (ઉં.વ.25) છે, જે અમદાવાદમાં હોસ્ટેલમાં રહીને ખઇઇજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી, જે મૂળ રાજકોટની રહેવાસી છે. અન્ય બે મૃતકના નામ હજી સામે આવ્યા નથી. અકસ્માતનો ભોગ બનેલી કારમાં કુલ ચાર જણા સવાર હતા અને તમામ યુવામિત્રો ગાંધીનગરમાં ગરબા રમીને વહેલી સવારે અમદાવાદ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન અડાલજ રોડ પર મહારાજા હોટેલની નજીક પહોંચતા જ કારચાલક યુવકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી કાર ધડાકા સાથે રોડના ડિવાઈડર પર ચઢી ગઈ હતી અને હાઇ સ્પીડમાં હોવાને કારણે પલટી ખાઈને રોડ પર ફંગોળાઈ ગઈ હતી.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કારના ફૂરચા ઉડી ગયા હતા. આ ભયાનક ઘટના બનતાની સાથે જ આસપાસના રાહદારીઓ અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા યુવકો અને યુવતીઓને બહાર કાઢ્યા હતા. યુવતી અને યુવકના માથાના ભાગેથી મોટી માત્રામાં લોહી વહેતા રોડ પર રેલા ચાલ્યા હતાં અને બન્નેએે સ્થળે જ દમ તોડી દીધો હતો. જ્યારે ગંભીર રીતે ઘાયલ યુવક અને યુવતીને તાત્કાલિક નજીકની કે.ડી. હોસ્પિટલમાં ખસેડાયા હતા.

અહીં ફરજ પરના તબીબોએ બંનેની સ્થિતિ નાજુક હોવાનું જણાવીને તાત્કાલિક સારવાર શરૂૂ કરી હતી, પરંતુ કમનસીબે ટૂંકી સારવાર દરમિયાન યુવતીએ પણ હોસ્પિટલના બિછાને જ અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે ચોથા યુવકની હાલત પણ ગંભીર હોવાનું મનાઈ રહ્યું છે અને તેને ડોક્ટરોની સઘન દેખરેખ હેઠળ છે. કારમાં બે યુવતી અને બે યુવક સવાર હતા. ગરબા રમીને પરત જતી વેળાએ ડિવાઈડર સાથે કાર ટકરાઈને પલટી ગઈ હતી, જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. હાલમાં મૃતકોની ઓળખ માટે તજવીજ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *