ગોંડલ તાલુકાના બેટાવડ ગામના ખેડૂતે મનુષ્યની જીંદગી જોખમાઈ તે રીતે બિનઅધિકૃત રીતે વીજતારનું જોડાણ કરતા, પીજીવીસીએલનાં કર્મચારીનું વીજકોલ્ટની ફામગીરી દરમ્યાન મૃત્યુ નિપજતા, સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરી ગોંડલ તાલુકા પોલીસે ખેડૂતની ધરપકડ કરી હતી.
ગઈ તા.24/12/2025 ના રોજ ગોંડલ તાલુકાના હડમતાળાથી આંબલીયાળા ગામ તરફ જવાના રસ્તે, આંબલીયાળા એ.જી. ફીડરની વીજલાઈન ઉંચી કરવાની કામગીરી ચાલુ હતી. જેથી પીજીવીસીએલ કંપનીના કર્મચારીઓ દ્વારા વીજ સપ્લાય કટ કરી, આ કામગીરી ચાલુ હતી. જેમાં પીજીવીસીએલનાં કર્મચારી શંકરસીંહ હીરાસીંહ રાવત તથા મોહનભાઈ અરજણભાઈ ભુવા બન્ને વીજલાઈનનું કામ કરી રહ્યા હતા તે દરમ્યાન વીજલાઈનમાં અચાનક વીજ સપ્લાય ચાલુ થઈ જતા શંકરસીંહ હીરાસીહ રાવતને શોક લાગેલ અને તેમનું મૃત્યુ નીપજેલ. જેથી પીજીવીસીએલનાં ગ્રામ્ય પેટા વિભાગ-2 ના અધિકારી તથા કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવેલ કે, વીજ લાઈનનો પાવર સપ્લાય બંધ હતો તેમ છતાં વીજ લાઈનમાં પાવર સપ્લાય કઈ રીતે ? અને ક્યાંથી આવેલ તે બાબતે તપાસ કરવામાં આવતા બેટાવડ ગામની સીમમાં ગેરકાયદેસર લેધેલા વીજ કનેક્શનને કારણે પાવર સપ્લાય ચાલુ થતા આ બનાવ બન્યો હોય આ ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કોલીથડના રમેશભાઈ કલાભાઈ સાવલીયાની ધરપકડ કરી હતી.
