જેતપુર અને ગોંડલ પંથકમાં પાંચ મોટર સાઇકલ ચોરી કરનાર બેલડી ઝડપાઇ

રાજકોટ જિલ્લાના જેતપુર અને ગોંડલ પંથકમાં પાંચ મોટરસાયકલ ચોરી કરનાર બે શખ્સોને ઝડપી લઇ જેતપુર ઉધોગનગર પોલીસે ઝડપી લઇ 1 લાખના મોટરસાયકલ કબજે કર્યા છે.…

રાજકોટ જિલ્લાના જેતપુર અને ગોંડલ પંથકમાં પાંચ મોટરસાયકલ ચોરી કરનાર બે શખ્સોને ઝડપી લઇ જેતપુર ઉધોગનગર પોલીસે ઝડપી લઇ 1 લાખના મોટરસાયકલ કબજે કર્યા છે. બેકારી દુર કરવા બન્ને શખ્સોએ ચાર મહિનામાં પાંચ મોટરસાયકલની ચોરી કરી હતી.

જેતપુર ઉધોગનગર પોલીસને મળેલી બાતમીને આધારે પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમોએ મોટરસાયકલ ચોરીના બનાવોમાં બનાવવાળી જગ્યાની આજુબાજુના વિસ્તારમાં આવેલ સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સ મારફતે ચોરાઉ મોટરસાયકલ સાથે જેતપુરના ત્રાકુડીપરામાં રહેતા સાગર વિક્રમભાઇ ઉર્ફે ભીખાભાઇ રાઠોડ અને અમીત રમણીકભાઈ સોલંકીને ઝડપી લઇ પુછપરછ કરતા જેતપુર અને ગોંડલ પંથકમાં છેલ્લા ચાર મહિનામાં થયેલી પાંચ મોટરસાયકલ ચોરીના ભેદ ઉકેલાઈ ગયા હતા.

બન્નેએ ગઇ તા.27/12/2025 ના રોજ ગોંડલ તાલુકાના ચરખડી ગામ ખાતેથી એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા.જેના રજી.નં.જીજે03-એફએચ 0759 વાળુ મો.સા. તેમજ આજથી ત્રણેક મહીના પહેલા શાપર ખાતેથી એક કાળા કલરનું હિરો સ્પ્લેન્ડર મો.સા.તથા ચારેક મહીના પહેલા જેતપુર નવાગઢ રેલ્વે સ્ટેશન નવાગઢ પાસેથી કાળા કલરનુ સ્કાય પટ્ટાવાળુ હિરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર મો.સા.તથા એક હોન્ડા કંપનીનુ સાઇન મો.સા.ની ચોરી કરી તેના રહેણાંક મકાનની બાજુમા રાખેલ હોવાની કબુલાત આપેલ હતી. બન્ને પાસેથી રૂૂ.1,10 લાખના મોટરસાયકલ કબજે કર્યા હતા.

જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડો.એમ.એમ. ઠાકોર તથા પીએસઆઈ એલ.ડી. મેતા તથા એ.એસ.આઇ. સંજયભાઇ પરમાર તથા પો.હેડ કોન્સ. અજયભાઈ રાઠોડ તથા રીઝવાનભાઈ સિંજાત તથા વાસુદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ. ચેતનભાઇ ઠાકોરે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *