જૂનાગઢ જિલ્લા જેલમાં 19 વર્ષીય કાચા કામના કેદીએ આત્મહત્યા કરી લીધી હતી. બૂટની દોરીને બાથરૂૂમની બારી સાથે બાંધી ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. પાંચ દિવસ પહેલા જ જેલમાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે પોલીસે હાલ તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. આત્મહત્યા મામલે જેલ તંત્રએ જણાવ્યું કે, મૃતક કેદીના બેરેકના અન્ય કેદીઓને પૂછતા એવું જાણવા મળ્યું કે, જામીનમાં હજુ થોડો સમય લાગશે તેવું પરિવારે જણાવતા કૃણાલને લાગી આવ્યું હતું જેથી તેણે જીવન ટૂંકાવ્યું છે.
મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લા જેલમાં 19 વર્ષના કાચા કામના કેદીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. કૃણાલ વાઘેલા નામનો કેદી 5 દિવસ પહેલા જ જિલ્લા જેલમાં આવ્યો હતો. ત્યારે વેરાવળથી સાયબર ક્રાઇમના ગુનામાં સંડોવાયેલા કૃણાલ વાઘેલા નામના કેદીએ જેલની બાથરૂૂમની બારીના સળિયામાં બુટની વાદળી બાંધી અને ગળાફાંસો ખાધો છે.
આ ઘટનાની જાણ ઈન્ચાર્જ જેલ અધિક્ષકને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં કૃણાલ વાઘેલા લટકતી હાલતમાં લાશ જોવા મળતાં તાત્કાલિક જુનાગઢ મેડિકલ ઓફિસરને જાણ કરાઈ હતી. કેદીને તપાસતા મેડિકલ ઓફિસરે તેને મૃત જાહેર કર્યો હતો. કેદીની આત્મહત્યા મામલે જૂનાગઢ જિલ્લા જેલ તંત્ર દ્વારા મૃતક કેદીની બેરેકના અન્ય કેદીઓને પૂછતા એવું જાણવા મળ્યું હતું કે, મૃતક કૃણાલ વાઘેલાએ પોતાના પરિવાર સાથે વાત કરી હતી ત્યારે પરિવારે જામીનમાં હજુ થોડો સમય લાગશે તેવું જણાવતા કૃણાલને લાગી આવ્યું હતું. જેથી તેણે આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે.
જૂનાગઢ જિલ્લા ઈન્ચાર્જ જેલ અધિક્ષક એચ.ઓ વાળાએ જણાવ્યું હતું કે, આજે સાંસ્કૃતિક હોલમાં કાચા કામના કેદી કૃણાલ પ્રવીણભાઈ વાઘેલાએ આત્મહત્યા કરી છે. આ મામલે જૂનાગઢ જિલ્લા જેલના ફરજ પરના કર્મીઓએ આ બાબતની જાણ મને કરી હતી. આ કાચા કામના કેદી કુણાલ પ્રવીણ વાઘેલાએ બાથરૂૂમમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. હું અને મારો સ્ટાફ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યારે કૃણાલ વાઘેલા ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યાં હતા.
