વાંકાનેરમાં સામુ જોવા મુદ્દે પરિવાર ઉપર કૌટુંબિક શખ્સોનો હુમલો

  વાંકાનેરમાં આવેલા ગાયત્રીનગરમાં સામુ જોવા મુદ્દે પરિવાર ઉપર કૌટુંબીક શખ્સોએ પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા દંપતિ સહિત ચાર વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર…

 

વાંકાનેરમાં આવેલા ગાયત્રીનગરમાં સામુ જોવા મુદ્દે પરિવાર ઉપર કૌટુંબીક શખ્સોએ પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા દંપતિ સહિત ચાર વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરમાં આવેલા ગાયત્રીનગરમાં રહેતા મુકેશ કેશુભાઈ ઉ.વ.45, રેખાબેન મુકેશભાઈ ઉ.વ.40, તેના સાળા પિન્ટુ જીણાભાઈ ઉ.વ.32 અને સાસુ જીલુબેન જીલાભાઈ ઉ.વ.50 પોતાના ઘરે હતા ત્યારે કૌટુંબીક શૈલેષ, સંજય અને વનીયો સહિતના શખ્સોએ ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા ચારેય ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પ્રાથમિક પુછપરછમાં ઈજાગ્રસ્ત પિન્ટુનો 10 વર્ષનો પુત્ર દિગુ માતાજીના મઢે પગે લાગવા ગયો હતો ત્યારે સંજયએ મારી સામે કેમ જુએ છે તેમ કહી ઝઘડો કરી પરિવાર ઉપર હુમલો કર્યાનો આક્ષેપ કરાયો છે. આ અંગે વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *