એસ.ઓ.જીની ઓળખ આપી નકલી પોલીસે કટલેરીના વેપારી પાસેથી 1.57 લાખ પડાવ્યા

  જામનગર શહેરમાં નકલી પોલીસ અંગેનો વધુ એક ગુનો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. જામનગરના નવી વાસ વિસ્તારમાં રહેતા કટલેરીના એક વેપારીને એસ.ઓ.જી.ના રાઈટર તરીકેની…

 

જામનગર શહેરમાં નકલી પોલીસ અંગેનો વધુ એક ગુનો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. જામનગરના નવી વાસ વિસ્તારમાં રહેતા કટલેરીના એક વેપારીને એસ.ઓ.જી.ના રાઈટર તરીકેની ખોટી ઓળખ આપી એક શખ્સે તેની પાસેથી કટકે કટકે એક લાખ સતાવન હજારની રકમ પડાવી લીધા હોવા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.કટલેરીના વેપારીના મામા નારકોટિકના કેસમાં જેલમાં હોવાથી તેમાં તેનું નામ નહીં ખોલાવવા માટે પૈસા માંગ્યા હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે દરબારગઢ પોલીસ ચોકી નો સ્ટાફ વધુ તપાસ ચલાવી રહ્યો છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે.કે જામનગરમાં નવી વાસ વિસ્તારમાં રહેતા અને કટલેરી નો વેપાર કરતાં મોહમ્મદ રિયાન ઇમ્તિયાઝભાઈ શેખ નામના 19 વર્ષના યુવાને પોતાની સાથે જામનગર એસ.ઓ.જી. અધિકારીના રાઈટર તરીકેની ખોટી ઓળખ આપી પોતાની પાસેથી કટકે કટકે 1,57. લાખની રોકડ રકમ પડાવી લેવા અંગે મોબાઈલ નંબર 9875218787 સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરી/યાદી યુવાન મોહમ્મદભાઈ શેખના મામા કે જેઓ છેલ્લા 10 માસથી ડ્રગ્સ અંગેના કેસમાં જામનગરની જિલ્લા જેલમાં છે.જેને જેલમાં જઈને મદદ કરવા અંગે તેમ જ પોતાના મામા સાથે આ કેસમાં સંડોવાયેલા છે, અને તેમાં તેનું નામ કઢાવી નાખવા અંગે અજાણ્યા શખ્સ દ્વારા ફરિયાદી પાસે પૈસાની માંગણી કરાઈ હતી.

ફરિયાદી વેપારી યુવાનનું પોતાના મામા સામેના કેસમાં નામ નહીં જોડવા અંગે ગુગલ પે મારફતે કટકે કટકે પૈસા માંગ્યા હતા .જે રકમ આપી દીધા પછી પણ હજુ પૈસાની માંગણી કરાતા આખરે મોહમ્મદ રિયાને જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકના સંપર્ક સાદ્યો હતો, અને ઉપરોક્ત મોબાઈલ નંબર ના ધારક સામે ફરિયાદ નોંધાવી હતી,ય જે ફરિયાદના અનુસંધાને દરબારગઢ પોલીસ ચોકીના પી.એસ. આઇ. ડી. જીમજ રામાનુજ તેમ જ ભવ્યદીપ સિંહ પરમાર વગેરે ઊંડાણપૂર્વકની તપાસ શરૂૂ કરી છે, અને આરોપીના મોબાઈલ નંબરના આધારે તેને શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરી છે. નજીકના ભવિષ્યમાં જ આ ઘટના પરથી પડદો ઉચકાય તેમ મનાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *