જામનગર મહાનગર પાલિકાની આજે મળેલી સામાન્ય સભા માં એક પણ વિકાસ એજન્ડા નહી હોવાથી વિપક્ષના કોર્પોરેટરે ઉગ્ર રજૂઆત કરી સમય ની બરબાદી નહીં કરવા અને નાના-મોટા કામોની સામાન્ય સભામાં ચર્ચા કરવા રજૂઆત કરી છે. આ ઉપરાંત રંગમાંતી નદી અને ભૂગર્ભ ગટર ના પ્રશ્ન વિપક્ષી કોર્પોરેટર તડાપીટ બોલાવી હતી. જામનગર મહાનગરપાલિકા ની સામાન્ય સભા આજે ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા ના અધ્યક્ષ સ્થાને મળી હતી.જામનગરમાં પાંચ સ્થળોએ ગાર્ડન ડેવલોપમેન્ટ કરવાની દરખાસ્ત અને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેર) ર.0 ની દરખાસ્તને કોઈપણ ચર્ચા વગર સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.આ પછી યોજાયેલી પ્રશ્નોત્તરીમાં વિપક્ષના અલ્તાફભાઈ ખફી એ જણાવ્યું હતું કે, એજન્ડામાં કોઈ વિકાસ એજન્ડા નથી. શું આપણે સાવ નવરા થઈ ગયા છીએ…? કોઈ કામ જ નથી…? શા માટે તંત્રનો સમય બગાડો છો…? બધું જ સ્ટેન્ડીંગમાં નક્કી થઈ જાય છે. શહેર માં સફાઈ, ટ્રાફિક, ભૂગર્ભ ગટર ના અનેક પ્રશ્નો છે. તેની કોઈ જ ચર્ચા જ નહીં…? લોકો આપણી પાસે અપેક્ષા રાખે છે. આવા પ્રશ્નો બોર્ડમાં લાવો જેથી ચર્ચા થઈ શકે.
ભૂગર્ભ ગટરનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. કે, ભૂગર્ભ ગટર પ્રોજેક્ટમાં કેટલા રૂૂપિયાનો ખર્ચ કરાયો છે…? તેના જવાબમાં જણાવાયું હતું કે, વર્ષ-ર01પ થી અત્યાર સુધીમાં 308 કરોડ રૂૂપિયાનો ખર્ચ થયો છે. આથી અલ્તાફભાઈએ કહ્યું હતું કે, પ00 કરોડ ગટરમાં ગયા છે. કોઈ જ પરિણામ મળ્યુ નથી. વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. સફાઈમાં પણ આવી જ સ્થિતિ છે. ખરેખર લોકોને સંતોષ થાય તેવી કામગીરી કરવી જોઈએ, અને કસુરવાન કંપની ને બ્લેકલીસ્ટ કરવી જોઈએ.
આનંદ રાઠોડએ ટાઉન હોલ, મહાનગર પાલિકાનું સામાન્ય સભાનું બિલ્ડીંગ વગેરેના કરોડોના બાંધકામ માટે ક્ધસલ્ટન્ટને રાખી તેને લાખો રૂૂપિયા ચૂકવવામાં આવે છે. આમ છતાં પ્રોજેકટ પૂર્ણ થાય ત્યાં ખર્ચ બમણો થઈ જાય છે. શા માટે..? ખર્ચ ના અંદાજ માં 10 થી 20 ટકા વધ-ઘટ થઈ શકે પરંતુ બમણો ખર્ચ થાય ? જનરલ બોર્ડની ઈમારતના બાંધકામનો ખર્ચ ચાર કરોડ પહોંચ્યો છે. આવા ક્ધસલ્ટન્ટની સેવા લેવાનું બંધ કરવુ જોઈએ, આ પછી બાયોગેસ પ્લાન્ટ અને વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બંધ છે શા માટે ? તે અંગે પણ પ્રશ્ન ઉઠવા પામ્યો હતો. વિપક્ષ ના અસ્લમ ખીલજી એ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ અને રંગમતિ નદી પહોળી કરવા, ઉંડી ઉતારવાના કામ સામે કોઈ વાંધો નથી, પરંતુ પાડતોડ કામગીરી માં પક્ષપાત નહી રાખવા સુચન છે. ખાસ કરીને ડી.આર.એલ. માપણી ના નામે ખોટી હેરાનગતિ કરવામાં આવે નહી તેનુ ધ્યાન રાખવુ. અને આવાસ યોજનામાં અસરગ્રસ્તોને પ્રાથમિકતા આપવામાં આવે.
આ પછી ફુરકાન શેખ એ રોસ્ટર રજીસ્ટર.નો પ્રશ્ન ઉઠાવ્યો હતો. ભાજપ ના કિશન માડમ એ ચર્ચામાં ભાગ લેતા જણાવેલ કે, અધિકારીઓ કાળી પટી બાંધીને વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે આવા અધિકારીના સીઆર રીપોર્ટ., તેની સામે કોઈ ઈન્કવાયરી છે ? તમામ મુદ્દાને ધ્યાનમાં રાખવા જોઈએ. વિપક્ષના નેતા ધવલ નંદા એ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે, નવા વિસ્તારમાં ભૂગર્ભના 200 કરોડના કામો ચાલે છે તેમાં કેટલી કંપની કામ કરે છે ! ત્યારે જવાબ મળ્યો હતો. કે 6 કંપનીઓ કામ કરે છે. જેમાં એક કંપની પાસે ત્રણ કામ છે ત્યારે ફરી સવાલ ઉઠાવાયો હતો કે, એક કંપની બેથી વધુ જગ્યાએ કામ કરી શકે ?
કામમાં ભ્રષ્ટાચાર પણ થઈ રહ્યો છે. કામ પુરા થયા પછી ઉભી થનારી સમસ્યાની જવાબદારી કોની ? વિપક્ષના નેતાને એક માસ સુધી પ્રશ્નના જવાબ આપવામાં આવતા નથી. આ ઉપરાંત જયરાજસિંહ જાડેજા અને પૃથ્વીસિંહ ઝાલા એ રંગમતી નદી ની પહોળાઈ નો મુદ્દો ઉપસ્થિત કર્યા હતો.સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરા એ નદી ઉંડી ઉતારવા અને પહોળી કરવાની રજુઆત પોતાના દ્વારા જ કરવામાં આવી હોવા નું જણાવ્યું હતું. જ્યારે વિપક્ષ.ના રચનાબેન નંદાણીયાએ જન્મ-મરણ શાખામાં સર્વર ડાઉનના બહાના હેઠળ કામગીરી બંધ કરવામાં આવતી હોવાનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો.
આ ઉપરાંત રસ્તે રઝળતા શ્વાન ના ત્રાસ દૂર કરવા પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. તો જયરાજસિંહ જાડેજા અને કિશન માડમે સ્વામિનારાયણનગર થી ગાંધીનગર સુધી ની ડી.પી. કપાત કામગીરી પૂર્ણ કરવા રજૂઆત કરી હતી. આમ, અનેક પ્રશ્ને સામાન્ય સભામાં ચર્ચા થઈ હતી.આખરે ખાસ કોઈ એજન્ડા વગર સામાન્ય સભા પૂર્ણ થઈ હતું
