સુરતમાં ડીસીપી ઝોન 1ની એલસીબી ટીમે ડુપ્લિકેટ દોરીનું ગોડાઉન ઝડપી પાડયું છે, વરાછા વિસ્તારમાંથી આ ગોડાઉન ઝડપાયું છે. પોલીસે બાતમીના આધારે દરોડા પાડયા છે.સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ ચાલી રહી છે, આ કેસમાં અનેક ખુલાસા થવાની શકયતા છે. DCP ઝોન 1 LCB દ્વારા વરાછા વિસ્તારમાંથી ડુપ્લિકેટ દોરીનું ગોડાઉન અને 41 લાખની ડુપ્લિકેટ દોરી ઝડપી પાડી છે, સમગ્ર ઘટનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, ઉત્તરાયણ પહેલા ચાઈનીઝ દોરી અને ડુપ્લિકેટ દોરીનું કૌંભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે, પોલીસે કુલ મળીને બોબીન 5310 નંગ જેની કિંમત 41 લાખ થાય છે.
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ અલગ-અલગ કંપનીના સ્ટીકર લગાવીને બજારમાં તેનું વેચાણ કરતા હતા, 1100નું બોબીન 300 રૂૂપિયામાં વેચાણ કરતા હોવાની વાત સામે આવી છે, અને ઓછા રૂૂપિયામાં આપીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હતા, અત્યાર સુધી કોને કોને આ દોરી વેચાણ કરવામાં આવી અને કયાં વેપારીઓને બજારમાં આ દોરી અપાઈ છે તેને લઈ તપાસ શરૂૂ કરાઈ છે.
