ગોંડલમાં રહેતા 66 વર્ષના બ્રાહમણ પરિવારનું ભરેલ કબજે લીધેલું મકાન ખાલી કરાવવા ગોંડલના કુખ્યાત શખ્સ અને મકાન ખરીદના મહીલાએ આંતક મચાવી નળ અને વીજ કનેક્શન કાપી નાખી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ ગોંડલ 13 સ્ટેશન પ્લોટ નગ2 પાલીકા પાસે મકાન અર્ચમાં રહેતા રાજેન્દ્રકુમાર જયાનંદભાઇ જોષી (ઉ.વ.66) બ્રાહમણ વૃદ્ધે નોંધાવેલી ફરિયાદમાં બીટ્ટુ જાડેજા ઉર્ફે ભર્ગરાજસીંહ રઘુરાજસીંહ જાડેજા અને આયુષીબેન રવિદર્શનભાઈ વ્યાસનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ રાજેન્દ્ર કુમાર તેમના પત્ની મીનાબેન અને માતા જયાબા તથા પુત્ર અભિષેક સાથે છેલ્લા ઓગણીસ વર્ષથી ભાડાના મકાન મા રહે છે અને જેનુ માસીક ભાડુ રૂૂપીયા 2000 નિયમિત રીતે ભાડુ ભરતા હતા.
આ મકાન આશરે પાંચેક માસ પહેલા જુના મકાન માલીક ના વારસદારોએ જાણ વગર આયુષીબેન રવિદર્શનભાઈ વ્યાસ ને વેચાણથી આપી દેધેલ અને આ મકાનમા રાજેન્દ્રભાઈ સીવાય અન્ય ભાડુઆત પણ રહે છે. આ મકાન ખાલી કરાવવા માટે બીટ્ટુ જાડેજા ઉર્ફે ભર્ગરાજસીંહ રઘુરાજસીંહ જાડેજા ઇનોવા ગાડી લઇ ભાડાના મકાનમા આવી ભુંડા બોલી ગાળો આપી કહેલ કે આ આયુષીબેન નામની મહિલા નો દસ્તાવેજ છે. પરંતુ આ મકાન મે લીધુ છે.
આથી તારે આ મકાન ખાલી કરી નાખવાનુ છે. નહિતર મારી નાખીશ એવી રીતે ભય બતાવેલ અને દિવાળીના તહેવાર દરમ્યાન આ મકાન પાડવાનુ શરૂૂ કરેલ અને ત્યારે બીટુ જાડેજા ફરી આવેલ અને મારા મકાન નુ વિજળીનુ તેમજ નળ નુ કનેકશન કપાવી નાખેલ અને મકાન ની ગટર તથા નળ ના પાઇપો તોડી નાખી નુકશાન કરેલ અને મને છેલ્લા પાંચેક માસથી અવાર નવાર જુદા જુદા સમયે મારા ઘરે આવી બળજબરીથી મારા તથા મારા પરીવારના સભ્યોના મોતનો ભય બતાવી મકાન ખાલી કરાવવા માટે અવારનવાર ધમકી આપતો હતો.
રાજેન્દ્રભાઈ ભાડુઆત તરીકે વર્ષોથી રહેતા હોવા છતા આ આયુષીબેન રવિદર્શન વ્યાસે મકાન ખરીદ કરેલ છે. અને આ મકાન ખાલી કરાવવા બીટ્ટુ જાડેજા ઉર્ફે ભર્ગરાજસીંહ જાડેજા સાથે મળી આંતક મચાવી ભય બતાવી ધમકી આપતો હોય ડર બતાવી બળજબરીથી મકાન ખાલી કરાવવાના ઇરાદા થી આવી રાજેન્દ્રભાઈના પરિવારના સભ્યોને મોતનો ભય બતાવતા હોય આ મામલે પોલીસ ફરિયાદ નોધાવી હતી.
