સેલવાસમાં નાઇટ્રોજન ગેસના ગોડાઉનમાં વિસ્ફોટ, 3ના મોત

સેલવાસ વિસ્તારમાં મધરાતે બનેલી એક ગંભીર દુર્ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધું છે. નાઇટ્રોજન ગેસ સંગ્રહિત ગોડાઉનમાં થયેલા ભીષણ વિસ્ફોટના કારણે ત્રણ કામદારોના ઘટનાસ્થળે જ મોત…

સેલવાસ વિસ્તારમાં મધરાતે બનેલી એક ગંભીર દુર્ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધું છે. નાઇટ્રોજન ગેસ સંગ્રહિત ગોડાઉનમાં થયેલા ભીષણ વિસ્ફોટના કારણે ત્રણ કામદારોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હોવાની માહિતી સામે આવી છે. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારમાં ધ્રુજારી અનુભવાઈ હતી અને રહેવાસીઓ ભયભીત બની ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળ તરફ દોડી આવ્યા હતા, જ્યાં વિનાશના દ્રશ્યો જોવા મળ્યા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, આ ગેસ ગોડાઉન એક શૈક્ષણિક સંકુલથી માત્ર આશરે 30 મીટર જેટલા અંતરે આવેલું હતું. સદનસીબે આ વિસ્ફોટ મધરાતે થયો, નહીં તો દિવસ દરમિયાન મોટી જાનહાનિ થવાની શક્યતા નકારી શકાય તેમ નહોતી. સ્થાનિકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે કે આવી જોખમી એકમોને રહેણાંક અને શૈક્ષણિક વિસ્તારોની નજીક મંજૂરી કેવી રીતે આપવામાં આવી. ઘટનાની જાણ થતાં જ ફાયર સર્વીસની ટીમ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા અને વધુ નુકસાન અટકાવવા માટે ફાયર જવાનો દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ત્રણેય મજૂરોના પરિવારોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સ્થાનિક લોકોમાં પણ ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *