ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે રવિવારે રાજકોટ આવી રહ્યા છે. જેના પગલે પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ આવતીકાલે રવિવારે સવારે મુખ્યમંત્રી રાજકોટ ખાતે જુના એરપોર્ટ પર હેલિકોપ્ટર માર્ગે આવી પહોંચશે અને શાસ્ત્રીમેદાન ખાતે યોજાયેલ શ્રીમદ રાજચંદ્રજીના 125માં સમાધિદિનની ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લેશે અને ત્યારબાદ પરત ગાંધીનગર જવા રવાના થશે. આ ઉપરાંત તા.7 એપ્રિલના રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી શકયતા છે.
ચૂંટણીની આચારસંહિતા વચ્ચે આવતી કાલે મુખ્યમંત્રી રાજકોટ આવતા હોવાથી પ્રોટોકોલ મુજબ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
