મેયરના મતવિસ્તાર સહિત ત્રણ વોર્ડમાં સફાઇ કામદારનું શોષણ, હડતાળ

રાજકોટ મહાનગરપાલિકામાં એકબાજુ કાયમી સફાઇ કામદારો મસમોટો પગાર લેતા હોવા છતાં નૈતિકતાથી ફરજ બજાવતા ન હોવાની કાયમી ફરિયાદ લતાવાસીઓમાંથી ઉઠતી રહે છે તો બીજીબાજુ કોન્ટ્રાક્ટર…

રાજકોટ મહાનગરપાલિકામાં એકબાજુ કાયમી સફાઇ કામદારો મસમોટો પગાર લેતા હોવા છતાં નૈતિકતાથી ફરજ બજાવતા ન હોવાની કાયમી ફરિયાદ લતાવાસીઓમાંથી ઉઠતી રહે છે તો બીજીબાજુ કોન્ટ્રાક્ટર એજન્સી હસ્તક કામ કરતા કામદારોને મળતા નિયમ મુજબના પગારમાંથી કટકી, પીએફ ન મળતુ હોય અથવા તો ત્રણ-ચાર મહિને પગાર થતા હોવાની ફરિયાદો વચ્ચે મેયર ડો.નેહલ શુક્લના મતવિસ્તાર વોર્ડ નં.7 ઉપરાંત 2 અને 13માં એજન્સી હેઠળ કામ કરતા કામદારોનું શોષણ થતુ હોવાના રોષ સાથે આ ત્રણેય વોર્ડમાં ખાનગી કામદારો હડતાળ પર ઉતરી ગયા છે. કામદારોના ટોળાએ મ્યુનિ.કમિશનર અને મેયરની લોબી પાસે પ્રતિક ધરણા કર્યા હતા.

સોલીડ વેસ્ટ મેનેજેમેન્ટ શાખા દ્વારા શહેરના તમામ 18 વોર્ડમાં સ્વચ્છતા ઝુંબેશ સાથે સફાઇની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજું આ કામ સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટરો દ્વારા પગાર આપવામાં વિલંબ કરાતો હોવાની અને પગારમાં પણ કટકી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે આજે વોર્ડ નં.1-2-3 અને મેયરના વોર્ડ નં.7માં સફાઇ કામગીરી બંધ કરીને કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતી મનમાની સામે વિરોધ કર્યો હતો. આ મુદ્દે આજે મોટી સંખ્યામાં સફાઇ કામદારો મહાનગરપાલિકા કચેરીએ ઉમટી પડી મેયર ચેમ્બર બહાર સુત્રોચ્ચાર ર્ક્યા હતા.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક તરફ સ્વચ્છતા ઝુંબેશના ગુણગાન ગાવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ સફાઇ કામદારોને મળતાં પગારમાંથી કોન્ટ્રાક્ટરો દ્વારા કટકી કરવામાં આવતી હોવાની અને પગારની નિયમિત ચુકવણી પણ કરવામાં આવતી ન હોવાના આક્ષેપો સાથે આજે સફાઇ કામદારોએ મેયરના વોર્ડ નં.7 ઉપરાંત વોર્ડ નં.1-2 અને 3 મળીને ચાર વોર્ડમાં વીજળીક હડતાળ પાડીને સફાઇ કામગીરીનો બહિષ્કાર ર્ક્યો હતો. આજે કામદાર યુનિયનના નેજા હેઠળ આ ચારેય વોર્ડના સફાઇ કામદારો મોટી સંખ્યામાં મહાનગરપાલિકા કચેરીએ ઉમટી પડ્યા હતા અને, મેયર ચેમ્બર બહાર ભ્રષ્ટાચાર બંધ કરો તેમજ જય ભીમના નારા લગાવી કચેરી ગજવી મુકી હતી. આ મુદ્દે મેયરને મળીને ઉગ્ર રજુઆત કરવામા આવી હતી.

કોન્ટ્રાક્ટ સાથે અધિકારીની સાંઠગાંઠનો ગંભીર આરોપ
સફાઇ કામદારોએ એવો આક્ષેપ ર્ક્યો હતો કે, વોર્ડ નં.1-2-3 અને 7માં સફાઇનો કોન્ટ્રાક્ટ ધરાવતાં બિમલરાજ કોન્ટ્રાકટર વિજય બિહારી અને પીજે રાઠોડ દ્વારા ત્રણ મહિનાથી સફાઇ કામદારોને પગાર ચુકવાયા નહોય ધર ચલાવવું મુશ્કેલ બન્યું છે. પીજે રાઠોડ દ્વારા તા. 30 સપ્ટેમ્બર 2025થી પગારમાંથી 3-3 હજારની કટકી કર્યાનો આરોપ પણ સફાઇ કામદારોએ લગાવ્યો હતો. સફાઇ કામદારોના કહેવા મુજબ આ મુદ્દે મહાનરગપાલિકાના પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી પાસે અવારનવાર રજૂઆત કરી છે પણ તેઓ કોન્ટ્રાક્ટરોનો બચાવ કરવા માટે કોઇ પગલાં લેતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *