સરકારી શાળા નં.67 માં છાત્રો બાખડ્યા, ધો.7ના વિદ્યાર્થીને માથામાં લાકડું ફટકાર્યુ

શહેરના સામાકાંઠે માર્કેટ યાર્ડ નજીક આવેલી શાળા નં.67માં છાત્રો બાખડી પડ્યા હતા.જેમાં ધો.7ના વિદ્યાર્થીને અન્ય છાત્રોએ માથામાં લાકડું ફટકારી દેતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે…

શહેરના સામાકાંઠે માર્કેટ યાર્ડ નજીક આવેલી શાળા નં.67માં છાત્રો બાખડી પડ્યા હતા.જેમાં ધો.7ના વિદ્યાર્થીને અન્ય છાત્રોએ માથામાં લાકડું ફટકારી દેતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ માર્કેટ યાર્ડ પાછળ મંછાનગરમાં રહેતો અને ઘર નજીક આવેલી સરકારી શાળા નં.67 માલધારી શાળામાં ધો.7માં અભ્યાસ કરતો. નિલેશ હરેશભાઇ ઉઘરેજીયા (ઉ.વ.13) નામનો સગીર ગઇકાલે સ્કૂલે ગયો હતો. ત્યારે તેની સાથે અભ્યાસ કરતા કરણ અને અન્ય વિદ્યાર્થીઓ સાથે કોઇ કારણસર ઝઘડો થતા બાખડી પડ્યા હતા. જેમાં કરણ અને અન્ય છાત્રોએ નિલેશને માથામાં લાકડૂં ઝીંકી દેતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. નિલેશના પિતા પ્લાસ્ટિકના બારદાનનો ધંધો કરે છે. સ્કૂલમાં કઇ બાબતે છાત્રો વચ્ચે બઘડાટી બોલી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *