જેતપુરના નવાગઢ ગામે દાસી જીવણપરા ખોડીયાર મંદિરના પાસે રહેતા અને વકીલાત કરતા જયોતીબેન દીપકભાઈ મકવાણા (ઉ.વ.26)એ તેમના પૂર્વ પતિ કરણ અશોકભાઈ પરમારનું નામ આપતા તેમની સામે ફરિયાદ નોંધાવી છે.આરોપી પૂર્વ પતિએ પૈસાની માંગણી કરી ઓફીસમાં તોડફોડ કરી હતી.
જ્યોતિબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું જેતપુર કોર્ટમા એડવોકેટ તરીકે પ્રેક્ટીશ કરૂૂ છુ. અને મારા પરીવારમા મારા પીતા દીપકભાઈ ઉ.વ.52 ના છે અને જે મ જુરીકામ કરે છે. તથા મારા માતા સોનુબેન ઉ.વ.49 ના છે જે મકાન બાંધકામ નુ કામ કરે છે. અને અમો ત્રણ બહેન ત થા એક ભાઈ છીએ.મે બી.એ.એલ.એલ.બી સુધીનો અભ્યાસ કર્યો છે.
ગઈ તા.12/12/2023 ના રોજ મારા કરણ અશોકભાઈ પરમાર રહે.જેતપુર, ગોંડલ દરવાજા વાળા સાથે પ્રેમલગ્ન થયેલ હોય. અને લગ્ન જીવન દરમ્યાન અમારો ઘરસંસાર સારી રીતે ચાલેલ નહિ, જેથી ગઈ તા.05/02ના રોજ અમે બન્નેએ અમારી બન્ને ની સહમતી તથા પરીવારના સભ્યો ની હાજરીમા નોટરાઈઝથી છુટાછેડા કરેલ હતા.તેમ છતા આ કરણ અશોકભાઈ પરમાર ગઈ તા.12/02/2026 ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યે હુ જેતપુર તીનબતી ચોક પાસે આવેલ મારૂૂતી કોમ્પલેક્ષમા આવેલ મારી ઓફીસ નંબર-02 મા હુ મારૂૂ કામ કરતી હતી ત્યારે તે નશાની હાલતમા આવેલ અને મને કહેવા લાગેલ કે મને ભાડાના પૈસા આપ.જેથી મે તેને કહેલ કે મારી પાસે પૈસા નથી. જેથી આ કરણ ત્યાંથી જતો રહ્યો હતો અને બાદ બે થી પાંચ મીનીટ પછી આ કરણ ફરી વાર મારી ઓફીસે આવ્યો હતો.
બાદમાં મને માર મારેલ અને મારી ઓફીસના ટેબલ પર રહેલ કીબોર્ડ,લેપટોપ તથા ટેબલ પર રહેલ નેમપ્લેટ ને તોડફોડ કરી હતી.તેમજ સાઈડમા પડેલ ખુરશી ઉપાડી મને મારવા માટે ઘા કરતા હુ ઓફીસના પાછળના દરવાજેથી નીકળી ગયેલ અને આ ખુરશી પાછળની દીવાલ સાથે ભટકાતા આ ખુરશી તુટી ગયેલ હતી.બાદ રાડારાડી થતા બાજુમા રહેલ સીનીયર એડવોકેટ ભાવેશભાઈ ત્રીવેદી આવેલ.અને જેણે મારો બચાવ કરવા માટે કરણને મારી ઓફીસમાંથી બહાર નીકળવાનુ કહેતા કરણે તેને કહેલ કે આ મારી ઘરવાળી છે હુ તેને મારીશ.બાદમાં પોલીસ આવી જતા આરોપી ત્યાંથી ભાગી ગયો હતો અને આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
