વડોદરા મેડિકલ કોલેજના પ્રોફેસરોના ત્રાસથી વિસાવદર પંથકના વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ

વડોદરાની પાયોનિયર કોલેજના બે પ્રોફેસરના ત્રાસથી BAMSના વિદ્યાર્થીએ કોલેજના ત્રીજા માળેથી કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. વિદ્યાર્થીને ગંભીર ઈજા થતા શરૂૂઆતમાં વડોદરા…

વડોદરાની પાયોનિયર કોલેજના બે પ્રોફેસરના ત્રાસથી BAMSના વિદ્યાર્થીએ કોલેજના ત્રીજા માળેથી કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. વિદ્યાર્થીને ગંભીર ઈજા થતા શરૂૂઆતમાં વડોદરા અને ત્યારબાદ જૂનાગઢ સારવાર માટે ખસેડાયો છે. કોલેજના

બે પ્રોફેસર સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોણીયા ગામના રહેવાસી સમીરભાઈ ડાહ્યાભાઈ રાઠોડ (ઉંમર 39) દ્વારા કપુરાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તેમની ફરિયાદ અનુસાર, સમીરભાઈના ભત્રીજા રોહન દિનેશભાઈ રાઠોડ (ઉંમર.19) પાયોનિયર કોલેજ, વડોદરામાં ઇ.અ.ખ.જ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હતા. કોલેજમાં પ્રોફેસર તરીકે કાર્યરત આરોપી કોમલ મેડમ અને રુષિકેશ સર (બંને રહેવાસી: પાયોનિયર કોલેજ, આજવા રોડ, વડોદરા) એ શરૂૂઆતથી જ રોહનને તેની અનુસૂચિત જાતિના આધારે જાતિ આધારિત ભેદભાવ કર્યો હોવાનો આરોપ છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, આરોપીઓએ રોહનને સતત શારીરિક તેમજ માનસિક ત્રાસ આપ્યો હતો. ક્લાસમાં અને અન્ય વિદ્યાર્થીઓની સમક્ષ જાહેરમાં તેનું અપમાન કર્યું હતું. આ ઉપરાંત, તેનું ભણતરનું આખું વર્ષ બગાડી દેવાની ધમકીઓ પણ આપી હતી.

આરોપીઓએ જનરલમાં સહી કરી આપી નહોતી અને જનરલ બુક ફેંકી દીધી હતી. આ સતત અન્યાય, અપમાન અને માનસિક ત્રાસના કારણે રોહનને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. જેથી રોહને કોલેજના ત્રીજા માળેથી બારીમાંથી કુદકો માર્યો હતો, જેના કારણે તેને શરીરે ગંભીર ઈજાઓ થઈ છે. વડોદરામાં યુવકને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે પરિવાર જુનાગઢ લઈ ગયો છે, જ્યાં તેની સારવાર ચાલુ છે.

કપુરાઇ પોલીસે અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ અત્યાચાર નિવારણ 1989 સુધારણા 2016 ની કલમ 3(1) (આર) (એસ),3(2)5-એ તથા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 54,351(2) મુજબ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આ ફરિયાદના આધારે બંને આરોપી પ્રોફેસરો સામે કાર્યવાહી હાથ ધરી છે અને તપાસ શરૂૂ કરી છે. આ ગુનાની તપાસ SC ST સેલના ACP સી.બી.સોલંકી કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *