મોરબીનાં શનાળા બાયપાસ ખાતે ઇસ્કોન બિલ્ડીંગમા રહેતા અને પવનચકકીની કંપનીમા સુપર વાઇઝર તરીકે નોકરી કરતા મુળ ધાંગ્રધ્રાનાં રામગઢનાં વતની ભરત રામજીભાઇ રાઠોડ (ઉ.વ. 31 ) નામનાં યુવકને તેની પુર્વ પ્રેમીકા વર્ષા ભુપેન્દ્રભાઇ નારોલા (રહે પુસ્કરધામ મેઇન રોડ કેવલમ સોસાયટીની સામે કવાર્ટરમા ) એ ક્રિસ્ટલ મોલમા ફિલ્મ જોવા બોલાવ્યા બાદ વર્ષાનો બીજો પ્રેમી સુનીલ ચનાભાઇ ચાવડા (રહે રૈયાધાર રાણીમા રુડીમા ચોક ) જોઇ જતા વર્ષા સાથે મળી ભરતને જાહેરમા જ માર મારી તેના ખીસ્સામા રહેલા રૂ. 10 હજાર રોકડા અને મોબાઇલ પડાવી લીધો હતો. આ મામલે ભરતે યુનીવર્સીટી પોલીસ મથકમા બંને વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી.
ભરતે પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે પોતે એકાદ વર્ષ પહેલા રાજકોટમા પુસ્કરધામ મેઇન રોડ પર લોટસ એવન્યુ સામે ઇલેકટ્રીક મેનનુ કામ સંભાળતો હતો ત્યારે તેમને વર્ષા સાથે મુલાકાત થઇ હતી અને બંને વચ્ચે મિત્રતા થતા બંને એકબીજા સાથે વાતો કરતા હતા . આ વર્ષાનાં અગાઉ લગ્ન થઇ ગયા હતા હાલ તે પતિથી અલગ રહેતી હતી . અને બાદમા વર્ષા સાથે પ્રેમ સબંધ બંધાયો હતો.
અને પાચેક મહીના પહેલા આ વર્ષા સુનીલ સાથે ભાગી ગઇ હતી. આ સમયગાળામા વર્ષાને મોબાઇલ ગીફટ આપ્યો હતો જેનાં હપ્તા ભરત ભરતો હતો. જેથી તે ભાગી ગઇ હોય જેથી ભરતે હપ્તા ભરવાનુ બંધ કરી દેતા મોબાઇલ લોક થઇ ગયો હતો. અને ભરત વર્ષા સાથે મોબાઇલમા વાતચીત કરતો જે સુનીલને સારુ લાગતુ નથી. જેથી વર્ષા અને સુનીલ અવાર નવાર ફોન પર ગાળો આપી મોબાઇલ લઇ જવાનુ કહેતા હતા. જેથી તા. 26-7 નાં રોજ વર્ષાનો ફોન આવ્યો હતો અને મોબાઇલ લઇ જવાનુ જણાવી રાજકોટ મળવા આવવાનુ કહી ક્રિસ્ટલ મોલ ખાતે ફિલ્મ જોવા જવાનુ કહયુ હતુ. આ સમયે ટીકીટ ફુલ થઇ જતા બંને લવ ટેમ્પલ ખાતે ગાર્ડનમા જવાનુ નકકી કર્યુ હતુ.
આ સમયે તેઓ ક્રિસ્ટલ મોલની સીડી ઉતરતા હતા ત્યારે સુનીલ અચાનક ત્યા આવી ચડયો હતો. અને જપાજપી કરવા લાગ્યો હતો. અને ભરતનાં ખીસ્સામા રહેલ પાકીટમાથી 10 હજાર રોકડા અને તેનો મોબાઇલ બળજબરીથી પડાવી લઇ માર માર્યો હતો. અને સુનીલે કહયુ કે અમારી મેટરમા કયાય વચ્ચે આવીશ તો તને જાનથી મારી નાખીશુ. તેમ કહી વર્ષા અને સુનીલે માથાકુટ કરી ત્યાથી બંને ભાગી ગયા હતા. આ મામલે ભરતે યુનીવર્સીટી પોલીસ મકથમા ફરીયાદ નોંધાવી હતી.
