સીંગતેલના વેપારી પાસેથી 11 ડબ્બા મગાવી પૈસા ન આપી ગઠિયાની ઠગાઇ

સાધુવાસવાણી રોડ પર જનકપુરી કોમ્પલેક્ષમા રહેતા સીંગતેલનાં વેપારી તુષારભાઇ જેન્તીલાલ કાંજીયા (ઉ.વ. 41 ) પાસેથી શૈલેષ ભાલોડીયા નામનાં શખસે 11 તેલનાં ડબ્બા મંગાવી ર9700 પૈસા…

સાધુવાસવાણી રોડ પર જનકપુરી કોમ્પલેક્ષમા રહેતા સીંગતેલનાં વેપારી તુષારભાઇ જેન્તીલાલ કાંજીયા (ઉ.વ. 41 ) પાસેથી શૈલેષ ભાલોડીયા નામનાં શખસે 11 તેલનાં ડબ્બા મંગાવી ર9700 પૈસા નહી ચુકવી વિશ્ર્વાસઘાત કરતા યુનીવર્સીટી પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી હતી.

વધુ વિગતો મુજબ તુષારભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ પિતરાઇ ભાઇ સંદીપભાઇ કાંજીયા જામજોધપુર ખાતે ઓઇલ મીલ ધરાવે છે. તેના પાસેથી તેલનાં ડબ્બા લઇ રાજકોટમા વેચાણ કરે છે ગઇ તા. 12-4 નાં રોજ સંદીપભાઇનો કોલ આવ્યો હતો અને તેમણે શૈલેષ ભાલોડીયા કે જે જામ જોધપુરનો રહેવાસી છે અને હાલ રાજકોટ રહે છે . આ શૈલેષ ભાલોડીયાને તેલનાં ડબ્બા જોતા હોય જેથી તમને કોલ આવશે ત્યારબાદ તા. 14-4 નાં રોજ સાંજે અજાણ્યા નંબરમાથી કોલ આવ્યો હતો અને શૈલેષ ભાલોડીયા તરીકે ઓળખ આપી 15 તેલનાં ડબ્બાનો ઓર્ડર આપ્યો હતો અને આ તેલનાં ડબ્બા માથી 11 તેલનાં ડબ્બા રૈયા રોડ પર તુલસી સુપર માર્કેટ પાસેની ફરસાણની દુકાનમા આપવાનુ કહયુ હતુ અને બાકીનાં 4 ડબ્બા રૈયા સ્મશાન પાસે આવીને આપવાનુ કહયુ હતુ.

જેથી ફરીયાદી તુષારભાઇએ 11 તેલનાં ડબ્બા રૈયા રોડ પર ફરસાણની દુકાને આપ્યા હતા ત્યારબાદ તુષારભાઇએ રૈયા સ્મશાન પાસે પહોંચી શૈલેષ ભાલોડીયાને કોલ કર્યો હતો ત્યારે તેમણે ટ્રાફીકમા હોવાનુ જણાવતા ફરીયાદી તુષારભાઇને શૈલેષ પર શંકા ગઇ હતી અને જેથી તુષારભાઇએ તુરંત ગાડી લઇ ફરસાણની દુકાને પહોંચ્યા હતા ત્યારે જાણવા મળ્યુ કે ફરસાણની દુકાનવાળા ભાઇએ આ દુકાન પોતાની હોવાનુ કહયુ હતુ અને અહી થોડાક દીવસ પહેલા એક ભાઇ આવ્યા હતા . અને તેઓને કહયુ હતુ કે અહીએક વેપારી તેલનાં ડબ્બા ઉતારી જશે . ત્યારબાદ આ શૈલેષભાઇ ભાલોડીયાને કોલ કરતા તેનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હોય આ મામલે યુનિવર્સીટી પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી હતી . પોલીસે પાંચ મહીને ફરીયાદ નોંધી આરોપીને સકંજામા લેવા તજવીજ શરુ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *