શિયાળાની સિઝન આવતાની સાથે જ હવા શુષ્ક બની જાય છે, જેના કારણે શરીરમાં શુષ્કતા અનુભવવા લાગે છે. લોકો તેમની ત્વચાને કોમળ રાખવા માટે વિવિધ પ્રકારની ક્રીમ અને તેલનો ઉપયોગ કરે છે. પરંતુ આ પછી પણ વ્યક્તિ શુષ્ક ત્વચાથી છુટકારો મેળવી શકતી નથી. સામાન્ય રીતે લોકો ઠંડીની સિઝનમાં ઓછું પાણી પીવે છે. જેના કારણે શરીર ઘણીવાર ડીહાઈડ્રેશનના ભયનો શિકાર બની જાય છે. શિયાળાની ઋતુ સ્વાસ્થ્ય માટે બહુ સારી ગણાય છે. પરંતુ આ મોસમમાંય વાળ અને ત્વચાની ખાસ માવજત તો લેવી જ પડે. અન્યથા ઠંડી વધે તેમ સમસ્યા પણ વધતી જાય છે. અહીં શિયાળામાં અનુસરવા યોગ્ય કેટલીક મહત્ત્વની ટીપ્સ આપી છે.
– મોટા ભાગના લોકોમાં એવી ગેરસમજ પ્રવર્તે છે કે શિયાળામાં પાણી ઓછું પીવાય છે અને તરસ ઓછી લાગે છે. શિયાળામાં કદાચ એવુંય જણાય કે પાણીની આવશ્યકતા નથી, પણ એ આપણી ભૂલ છે. પાણી ઓછું પીવાને કારણે આપણી ત્વચા સૂકી થવા લાગે છે. આપણા રકતના બંધારણમાં 3/4 હિસ્સો પાણીનો હોય છેે એ હકીકત યાદ છે ને? તમે પૂરતું પાણી ન પી શકતા હો તો તેનો વિકલ્પ પણ છે ત્વચાની રુક્ષતા અટકાવવા માટે નાળિયેરનું પાણી, ગરમ સૂપ, તાજાં ફળોનો રસ, લીંબુ, મધ – તુલસીનું પ્રવાહી મિશ્રણ, બે-ત્રણ મગ જેટલી હર્બલ ચા અથવા કોફી પી શકો.
– ઘીમાં પણ હળદર ભેળવી તેની તરડાઇ ગયેલી કે ફાટેલી ત્વચા પર લગાવો અને આ તેલ 15 મિનિટ સુધી લગાવી, નીકાળતા પહેલા 5 મિનિટ હળવા હાથે મસાજ કરી લો. તે પછી કોટનથી ચહેરો સાફ કરો. અને ગુલાબજળ ચહેરા પર લગાવો અને 2 મિનિટ પછી પાણીથી ચહેરો સાફ કરી દો. જે બાદ પણ તમને તમારા મનગમતો ક્રીમ ચહેરા પર અવશ્ય લગાવજો. આનાથી ફાટેલી ચામડીમાં રાહત રહેશે.
– શિયાળામાં સ્વસ્થ ત્વચા માટે મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ અવશ્ય કરો. તે તમને ત્વચાની શુષ્કતાથી બચાવવાનું કામ કરે છે. તમારી ત્વચાને અનુકૂળ હોય તેવા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. ઘણીવાર વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતા મોઇશ્ચરાઇઝર્સમાં તેલ હોય છે. કારણ કે આ પ્રકારનું મોઈશ્ચરાઈઝર તમામ પ્રકારની ત્વચાને અનુકૂળ આવે છે. તેમાં હાઇડ્રેટિંગ અને મોઇશ્ચરાઇઝિંગ ગુણધર્મો છે.
– પૌષ્ટિક આહાર સ્વસ્થ આહાર લેવો એ ત્વચાને સ્વસ્થ રાખવાની એક શ્રેષ્ઠ રીત છે. તમે આહારમાં મોસમી ફળો અને શાકભાજીનો સમાવેશ કરી શકો છો. મોસમી ફળો અને શાકભાજી પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ્ડ અને ચેતનવંતી બનાવે છે.
– ત્વચાને સ્વસ્થ રાખવા માટે એકલા બ્યુટી પ્રોડક્ટ્સ પૂરતા નથી. આવી સ્થિતિમાં નિયમિત કસરત કે યોગના આસનો કરવા પણ જરૂૂરી છે. તે રક્ત પરિભ્રમણને સુધારવાનું કામ કરે છે. ત્વચાને કોઈપણ નુકસાન વિના ચમકદાર અને સુંદર બનાવવા માટે નિયમિતપણે કસરત કરવી ખૂબ જ જરૂૂરી છે.
– ગરમ પાણીનો ઉપયોગ કરશો નહીં શિયાળામાં ગરમ પાણીથી નહાવાથી શરીરને ઘણો આરામ મળે છે. પરંતુ ત્વચા માટે ગરમ પાણીનો ઉપયોગ ત્વચાને નુકસાન પહોંચાડે છે. જેના કારણે ત્વચા ખૂબ જ શુષ્ક દેખાવા લાગે છે. તેથી, ત્વચા માટે ગરમ પાણીનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો જરૂૂરી છે.
– ઠંડીના કારણે ત્વચા તરડાઇ ગઇ છે. લાલ ચકામા પડી ગયા છે અને ગાલ ફાટી ગયા છે. તો આ માટે અક્સીર ઉપાય રહેશે આ બે વસ્તુ. સૌથી પહેલા તો એરંડિયાના તેલમાં ચમટી હળદર નાંખો અને તેને જ્યાં ત્વચા ફાટી ગઇ હોય ત્યાં થોડી વાર મસાજ કરો. પછી ઓછામાં ઓછી 15 મિનિટ આ તેલને ચહેરા પર રહેવા દો. પછી સાદા કોટન અને ગુલાબજળથી ચહેરો સાફ કરી દો. અને હુફાળા પાણીનો પણ તે પછી ઉપયોગ કરી શકો છો
ઘરગથ્થુ ઉપાયોથી ત્વચાની સંભાળ
નારિયેળ તેલ: રાત્રે સુતા પહેલા નારિયેળનું તેલ લગાવવાથી ત્વચાને પોષણ મળે છે.
મધ અને દૂધનો પેક: ત્વચાને ભેજ આપીને તેને નમ રાખે છે.
ગુલાબજળ: ટોનર તરીકે ઉપયોગ કરીને ત્વચાને તાજગી આપવામાં આવે છે.
શિયાળામાં ત્વચાની સંભાળ રાખવાથી ત્વચાને શુષ્ક અને બેજાન થવાથી બચાવી શકાય છે. યોગ્ય આદતો અને સંભાળથી તમે શિયાળામાં પણ તમારી ત્વચાને સ્વસ્થ અને તેજસ્વી રાખી શકો છો. તમારી ત્વચા તમારી સુંદરતાનું પ્રતિબિંબ છે, તેની સંભાળ લેવાનું ભૂલશો નહીં.
