રેસકોર્ષ રિંગ રોડ ઉપર વાહનોને પ્રવેશની મનાઇ, તા. 14 ઓગષ્ટમી મેળો પૂર્ણ થાય ત્યાં સુધીનું જાહેરનામું
રાજકોટ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે 14થી 18 ઓગસ્ટ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે, ત્યારે લોકો સરળતાથી હરીફરી શકે તથા ટ્રાફિકનું સુચારૂૂ સંચાલન થઈ શકે તે માટે શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા ટ્રાફિક વ્યવસ્થાપન અંગે આદેશો જારી કરાયા છે.
જે મુજબ (1) તા. 14થી 18 ઓગસ્ટ, લોકમેળા દરમિયાન રેસકોર્ષ રિંગરોડ જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન, પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ, જૂના એન.સી.સી. ચોક, અંડર બ્રિજ સુધી તમામ વાહનો માટે પ્રવેશબંધી અને બંને બાજુ નો પાર્કિંગ જાહેર કરવામાં આવે છે. (2) ટ્રાફિક શાખાથી પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ સુધી તમામ વાહનો માટે પ્રવેશબંધી રહેશે. (3) સી.આઈ.ડી.ની ઓફિસથી રૂૂરલ એસ.પી. બંગલા સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી રહેશે. (4) સુરજ-1 એપાર્ટમેન્ટથી લોકમેળાના મુખ્ય ગેઈટ સુધી તમામ વાહનો માટે પ્રવેશબંધી રહેશે. (5) ચાણક્ય બિલ્ડિંગ ચોકથી ફુલછાબ ચોક, જિલ્લા પંચાયત ચોક સુધી તમામ વાહનો માટે નનો પાર્કિંગથ ઝોન રહેશે. (6) રેસકોર્સ રિંગરોડ ફરતે લારી, ગલ્લા, પાથરણા, રેકડી રાખવાની મનાઈ છે. (7) વિશ્વા ચોકથી જૂના એન.સી.સી. ચોક સુધી તમામ વાહનો માટે પ્રવેશબંધી તેમજ બંને બાજુ નનો પાર્કિંગથ રહેશે. (8) મહિલા અંડર બ્રિજથી કિસાનપરા ચોક સુધી પ્રાઇવેટ લકઝરી બસોનું જાહેરનામું પૂર્ણ થયા બાદ કિસાનપરા ચોક તરફ પ્રવેશબંધી જાહેર કરવામાં આવે છે.
જયારે (1) ચાણક્ય બિલ્ડિંગ ચોકથી શ્રોફ રોડ, ટ્રાફિક શાખા, રૂૂડા બિલ્ડિંગ જામનગર રોડથી એરપોર્ટ-ગાંધીગ્રામ તરફ જઈ શકાશે. ચાણક્ય બિલ્ડિંગ ચોકથી ફુલછાબ ચોકથી જિલ્લા પંચાયત ચોકથી કિસાનપરા ચોક તરફ જઈ શકાશે. (2) દરેક ભારે વાહન માટે લોકમેળા દરમ્યાન રેસકોર્ષ રીંગરોડ ઉપર પ્રવેશબંધી જાહેર કરવામાં આવે છે. (3) પ્રાઇવેટ લકઝરી બસો મહિલા અંડર બ્રિજથી ટાગોર રોડ થઇ જઇ શકશે. તા.14મી ઓગસ્ટ સવારે 09.00 કલાકથી લોકમેળો પૂર્ણ થાય ત્યાં સુધી રેસકોર્ષ રિંગરોડ ફરતે પાસધારક વાહનચાલકો 10 કિમીથી વધુ ઝડપે વાહન ચલાવી શકશે નહીં.
સફાઇ માટે 260 કર્મચારીઓ, જેસીબી, ડમ્પર સહિતના વાહનો
રાજકોટ શહેરમાં શ્રાવણ માસ દરમ્યાન રેસકોર્ષ મેદાનમાં યોજાયેલ લોકમેળામાં રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સેનીટેશનને લગત કામગીરી કરવામાં આવશે. આ કામગીરી માટે તા.13/08/2025થી લોકમેળો પુર્ણ થાય ત્યાં સુધીના સમય માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધિકારીઓ તથા કર્મચારીઓએ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં યોજાયેલ લોકમેળા સેનીટેશનને લગત કામગીરી કરશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા લગત લોકમેળામાં સફાઇ કામગીરી અંતર્ગત મેળો પુર્ણ થયા બાદ વધારાના 5(પાંચ) દિવસ સુધી કુલ 260 ફુલ ટાઇમ સફાઇ કામદારો મારફતે તેમજ 02 – JCB, 04 – ડમ્પર, 10 – મીની ટીપર વાહનો મારફતે શ્રાવણ માસ દરમિયાનના રેસકોર્ષ મેદાનમાં સફાઈ કરવામાં આવશે.
આટલા સ્થળે ફ્રી પાર્કિંગની વ્યવસ્થા
(1) નહેરુ ઉદ્યાન, બહુમાળી ભવન સામે પ્રવેશ, બહુમાળી ચોક કાર, મોટર સાયકલ અને સાયકલ
(2) એરપોર્ટ ફાટકથી આમ્રપાલી ફાટક પૂર્વ બાજુનો ભાગ રેલવે પાટા સામે બસ, કાર, મોટર સાયકલ અને સાયકલ (3) બાલભવન મેઇન ગેઇટથી આર્ટ ગેલેરી સુધીના રોડ પર મોટર સાયકલ અને સાયકલ
(4) નવી કલેક્ટર કચેરી સામે કાર, મોટર સાયકલ અને સાયકલ
(5) કિસાનપરા ચોક, એ.જી. ઓફિસની દિવાલ પાસે 15 ઓટો રિક્ષા
(6) કિસાનપરા ચોક સાયકલ શેરિંગવાળી જગ્યા ટુ વ્હીલર માટે
(7) આયકર વાટિકા સામે ખુલ્લી જગ્યા પાસે રિલાયન્સના ગ્રાઉન્ડમાં કાર, મોટર સાયકલ અને સાયકલ
(8) ચૌધરી હાઈસ્કુલ ગ્રાઉન્ડ ટુ વ્હીલર તથા ફોર વ્હીલર (9) કિસાનપરા ચોક કેપિટલ હોટલ પાછળનું ગ્રાઉન્ડ ટુ વ્હીલર
(10) ચાણક્ય બિલ્ડિંગ ચોક પાસે નગર રચના અધિકારી કચેરીનું ગ્રાઉન્ડ ટુ વ્હીલર માટે
(11) ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ ફોર વ્હીલર
(12) સરકીટ હાઉસ સામે મેમણ બોર્ડિંગનું ગ્રાઉન્ડ ટુ વ્હીલર માટે
(13) રૂૂરલ એસ.પી. સાહેબના બંગલાવાળી શેરી આઈ.બી. ઓફિસથી પ્રેસ સુધી- ટુ વ્હીલર માટે
(14) સર ગોસલીયા માર્ગ હેલ્થ ઓફિસની દિવસ સુધી ટુ વ્હીલર માટે
(15) હોમગાર્ડ ઓફિસર કોલોની બહુમાળી ભવન સામે ફક્ત સરકારી વાહનો માટે 18 ઓગસ્ટના 2025 રોજ લોકમેળો પૂર્ણ થાય ત્યાં સુધી આ જાહેરનામું અમલી રહેશે. સરકારી ફરજ પરના વાહનોને આ જાહેરનામું લાગુ નહી પડે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
લોકમેળામાં 76 સીસીટીવી કેમેરાથી સાથે 1750 પોલીસ સુરક્ષા માટે તૈનાત રહેશે
રેસકોર્ષ રાઉન્ડ ખાતે યોજાનાર લોકમેળાની સુરક્ષા માટે ચાર ડીસીપી સહિત 1750 પોલીસનો બંદોબસ્ત અને મેળા પર 16 વોચ ટાવર તેમજ 76 સીસીટીવી કેમેરાથી નજર રાખશે. ગુરુવારથી શરૂૂ થઈ રહેલા લોકમેળામાં સુરક્ષા માટે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયાના નિરિક્ષણ હેઠળ હાઈ લેવલની સુરક્ષાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. જેમાં એક કંટ્રોલ રૂૂમ બનાવવામાં આવ્યો છે. તેમજ મુખ્ય સ્ટેજ પાસે પણ પોલીસ અધિકારીઓ માટે અલગથી કંટ્રોલ રૂૂમ તૈયાર કરવામાં આવ્યો છે. મેળાની સુરક્ષા માટે 1750 પોલીસ સાથે એસઆરપીની 3 કંપની ફાળવવામાં આવી છે. જેમાં ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ,ડીસીપી ઝોન-1 સજનસિંહ પરમાર, ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા અને ડીસીપી ટ્રાફિક પૂજા યાદવની રાહબરિમા ત્રણ એસીપી, 15 પીઆઇ, 43 પીએસઆઇ, તેમજ 520 હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, ટીઆરબીના 436 જવાન, અને હોમગાર્ડના 414 જવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.મેળામાં 16 વોચ ટાવર અને એક ધાબા પોઇન્ટ પણ ગોઠવવામાં આવ્યો છે જ્યાંથી તમામ લોકમેળા ઉપર પોલીસની બાજ નજર રહેશે તેમજ દરેક ગેટ વાઇઝ એક પીએસઆઇને જવાબદારી સોંપવામાં આવી છે, જે હેન્ડસેટ અને મેટલ ડિટેક્ટ સાથે હાજર રહી ખાસ આવતા જતા લોકો પર નજર રાખશે તેમજ ખાસ છેડતીના બનાવો રોકવા એન્ટી રોમિયો સ્કોડ અને મોબાઈલ અને પાકીટ ચોરીના બનાવો અટકાવવા ક્રાઈમ બ્રાન્ચ એસઓજીની ટીમો ખાનગી ડ્રેસમાં લુખ્ખા અને અસામાજિક તત્વો ઉપર નજર રાખશે.
