આરોપી અને તેના શેઠને કોર્ટ હવાલે કર્યા, પોલીસે એપાર્ટમેન્ટ અને આજુબાજુના સીસીટીવી ફૂટેઝ મેળવ્યા
રક્ષાબંધનના પર્વના દિવસે શહેરમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં ચોકીદારની પૂત્રીને ટ્રાન્સપોર્ટરના ફલેટમાં લઈ જઈ સગીર નોકરે દુષ્કર્મ આચર્યુ હતું. બનાવના પગલે ટ્રાન્સપોર્ટરને એપાર્ટમેન્ટના અન્ય લોકો સાથે મળી પોલીસમાં ફરીયાદ ન કરવા ધમકી આપી તેના સગાના ખાતામાં ઓનલાઈન 5 હજાર રૂૂપિયા પૂત્રીની સારવાર કરાવવા ટ્રાન્સફર કર્યા હતા.પરંતુ માસૂમ બાળાને દુખાવો ઉપડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા બનાવનો ભાંડા ફોડ થયો હતો.અને પોલીસે બાળાના પિતાની ફરીયાદ ટ્રાન્સપોર્ટર અને તેના સગીર નોકર સામે ગુનો નોંધી અટક કરી હતી.
હાલ આ મામલે પોલીસે એપાર્ટમેન્ટના પ્રમુખને નોટીસ આપી હતી.સીસીટીવી તપાસવાનું તેમજ આસપાસના લોકોની પુછતાછ હાથ ધરી છે. કોણ-કોણ આ બનાવ ઢાંકવામાં સામેલ છે તેની ઓળખ થયા બાદ ગુનો નોંધવામાં આવશે.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના એક એપાર્ટમેન્ટમાં ચોકીદારની પૂત્રીને તે જ એપાર્ટમેન્ટમાં રહેતા ટ્રાન્સપોર્ટરનો સગીર નોકર ફલેટમાં લઈ ગયો હતો. અને ત્યાં માસૂમ બાળા સાથે દુષ્કર્મ આચરી બાદ પરત ઘરે મુકી ગયો હતો.બનાવ અંગે તેણીની માતાએ પુછતાછ કરતા સઘળી હકકત સામે આવી હતી. અને સગીર નોકરે આચરેલા કૃત્યની વાત તેના શેઠને કરતા શેઠે એપાર્ટમેન્ટના અન્ય લોકો સાથે મળી જો તું કોઈ પોલીસ ફરીયાદ કરતો નહીં અને જો ફરીયાદ કરીશ તો એપાર્ટમેન્ટના કામમાંથી તેને છુટો કરાવી દઈશ તેવી ધમકી આપી પૂત્રીની સારવાર કરાવવા તેના સગાના ખાતામાં ઓનલાઈન રૂૂ.5 હજાર શેઠે ટ્રાન્સફર કર્યા હતા.પરંતુ માસૂમ બાળાને દુખાવો ઉપડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા અંતે મામલો પોલીસમાં પહોંચ્યો હતો.
દરમ્યાન પોલીસે સગીર નોકર અને તેના શેઠ ટ્રાન્સપોર્ટર સામે ગુનો નોંધી અટક કરી હતી. તેમજ આ બનાવ ઢાંકવા મામલે એપાર્ટમેન્ટના પ્રમુખને નોટીસ આપવામાં આવી છે. તથા પોલીસ દ્વારા સીસીટીવી તપાસમાં આવી રહ્યા છે. અને આસપાસના લોકોની પુછતાછ કરી કોણ-કોણ સામેલ હતું તેની ઓળખ અને પુરાવા મળ્યા બાદ તેની સામે ગુનો નોંધવામાં આવશે તેમ પોલીસ સૂત્રો માંથી જાણવા મળ્યું છે.
