ઇંગ્લેન્ડના રોસ વ્હાઇટલીએ એક અવરમાં 30 રન ફટકાર્યા

ચાર છગ્ગા ને એક ચોગ્ગાનો સમાવેશ ઈંગ્લેન્ડની સ્થાનિક લિસ્ટ અ ટુર્નામેન્ટ વન-ડે કપ 2026 ના ગ્રુપ ઇ મેચમાં, ડર્બીશાયર ફાલ્ક્ધસે સસેક્સ શાર્ક્સને 188 રનના મોટા…

ચાર છગ્ગા ને એક ચોગ્ગાનો સમાવેશ

ઈંગ્લેન્ડની સ્થાનિક લિસ્ટ અ ટુર્નામેન્ટ વન-ડે કપ 2026 ના ગ્રુપ ઇ મેચમાં, ડર્બીશાયર ફાલ્ક્ધસે સસેક્સ શાર્ક્સને 188 રનના મોટા માર્જિનથી હરાવ્યું. આ મેચમાં,ડર્બીશાયરના બેટ્સમેન અને બોલરો બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમને એકતરફી વિજય અપાવ્યો. આ દરમિયાન, 37 વર્ષીય રોસ વ્હાઇટલીએ એક ટૂંકી પરંતુ તોફાની ઇનિંગ રમી. તેણે એક ઓવરમાં 30 રન ફટકાર્યા હતા.

આ મેચમાં,ડર્બીશાયર ફાલ્ક્ધસે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 325 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. રોસ વ્હાઇટલીએ માત્ર 18 બોલમાં 33 રનની ધમાકેદાર ઇનિંગ રમી. મેચની સૌથી રોમાંચક ક્ષણ ઇનિંગની 45મી ઓવરમાં આવી. વ્હાઇટલીએ આક્રમક અભિગમ અપનાવતા સસેક્સ સ્પિનર ટ્રોય હેનરીની એક જ ઓવરમાં 30 રન ફટકાર્યા. આ ઓવરમાં વ્હાઇટલીએ ચાર શાનદાર છગ્ગા, એક ચોગ્ગો અને બે રન ફટકાર્યા. રોસ વ્હાઇટલીએ ઓવરની શરૂૂઆત સતત ત્રણ છગ્ગાથી કરી.

ત્યારબાદ તેણે ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. પાંચમા બોલ પર ટ્રોય હેનરીએ વાપસી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વ્હાઇટલી ફક્ત બે રન જ બનાવી શક્યો. ત્યારબાદ તેણે ઓવરના છેલ્લા બોલ પર છગ્ગો ફટકારી ચાહકોનું ભરપૂર મનોરંજન કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *