ઇજનેર હુમલા પ્રકરણ, એજન્સીને બ્લેક લીસ્ટ કરવા આદેશ

મહાનગર પાલિકાના ઇસ્ટઝોનમાં ફરજ બજાવતા આસી.ઇજનેર ધવલ.બી.ગોલાણીયા ઉપર પેટા કોન્ટ્રાક્ટરે હુમલો કરી ફડાકી ઝીંકી દેતા તેના ઘેરા પ્રત્યાધાતો પડયા હતા અને તમામ ઇજનેરોએ ધરણા પર…

મહાનગર પાલિકાના ઇસ્ટઝોનમાં ફરજ બજાવતા આસી.ઇજનેર ધવલ.બી.ગોલાણીયા ઉપર પેટા કોન્ટ્રાક્ટરે હુમલો કરી ફડાકી ઝીંકી દેતા તેના ઘેરા પ્રત્યાધાતો પડયા હતા અને તમામ ઇજનેરોએ ધરણા પર બેસી ગઇકાલે રામધૂન બોલાવી ડે.કમિશનરને રજૂઆત કર્યા બાદ આજે મ્યુનિ.કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતનાને ફરી રજૂઆત કરતા બનાવની ગંભીરતા સમજી આ પ્રકારના બનાવો રોકવા માટે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઇ ઠાકરે એજન્સીને બ્લેક લીસ્ટ કરી પગલા લેવાની સુચના આપી હતી.

રાજકોટ મહાનગરપાલિકાના ઇસ્ટ ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ એન્જિનિયર પર પેટા કોન્ટ્રાકટર દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. પેવિંગ બ્લોકના કામના મેઝરમેન્ટ માટે નક્કી કરાયેલા સમય બદલાતા પેવિંગ બ્લોકના કામ કરતો પેટા કોન્ટ્રાક્ટર મનીષ વેકરિયા ઉશ્કેરાયો હતો અને ડેપ્યુટી ઇજનેરની ચેમ્બરમાં જ વોર્ડ નં. 18ના આસિસ્ટન્ટ એન્જિનિયર ધવલ બી.ગોલાણિયા પર હુમલો કરી ફડાકા ઝીંકી દીધા હતા અને મનપાના ઇજનેરોએ વિરોધ કરી ગઇકાલે ડે.કમિશનરને રજૂઆત કરી તંત્ર ફરિયાદી બને તેમ જણાવેલ તેમજ આ પ્રકારના કોન્ટ્રાક્ટર વિરૂધ્ધ પગલા લેવામાં આવે ત્યારબાદ આજે બપોરે ઇજનેર એસોસિએશન દ્વારા મ્યુનિ.કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેનને આ મુદ્દે રજૂઆત કરતા સ્ટેન્ડિંગ ચેરમેને કોન્ટ્રાક્ટર વિરૂધ્ધ શા માટે પગલા ન લેવા તે માટે નોટિસ ફટકારી એજન્સી બ્લેક લીસ્ટ કરવામાં કેમ ન આવે તે સુચના અધિકારીઓને આપતા ઇજનેરોએ હડતાલ મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી અને આગામી દિવસોમાં કોન્ટ્રાક્ટરની દાદાગીરી જણાય ત્યારે તરુંત ડે.કમિશનરને આ બાબતથી વાકેફ કરવામાં આવે તેવુ એસોસિએશન દ્વારા નક્કી કરવામાં આવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *