જામનગર શહેર ભાજપ સંગઠનના પ્રમુખ સિવાયના હોદ્દેદારોની વરણી

ઉપપ્રમુખ-મહામંત્રી-મંત્રી-કોષાધ્યક્ષ તથા અન્ય મોરચા, સંગઠનના હોદ્દેદારો નિયુક્ત કરાયા ગુજરાત ભાજપ ના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તથા પ્રદેશના મોવડી મંડળ સાથે ચર્ચા- વિચારણા કરીને બીનાબેન કોઠારી…

ઉપપ્રમુખ-મહામંત્રી-મંત્રી-કોષાધ્યક્ષ તથા અન્ય મોરચા, સંગઠનના હોદ્દેદારો નિયુક્ત કરાયા

ગુજરાત ભાજપ ના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તથા પ્રદેશના મોવડી મંડળ સાથે ચર્ચા- વિચારણા કરીને બીનાબેન કોઠારી દ્વારા શહેર સંગઠનના અન્ય હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી છે.

જેમાં જામનગર શહેર ભાજપ ના ઉપપ્રમુખ પદે નિશાંતભાઈ અગારા, વસંતભાઇ ગોરી, દયાબેન પરમાર, વનિતાબેન કાલાવડિયા, હેમલભાઈ ચોટાઈ, રાજયભાઈ મુંગરા, રીટાબેન જોટંગીયા, અને વિજયભાઈ પરમાર ની નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત મહામંત્રી પદે વિજયસિંહ દોલતસિંહ જેઠવા, મૃગેશ જગદીશચંદ્ર દવે, અને ભાવેશ વિઠ્ઠલભાઈ ઠુમ્મર ની નિયુક્તિ કરાઈ છે.

આ ઉપરાંત મંત્રી તરીકે રાજપાલભાઈ ગઢવી, નિતાબેન પરમાર, લાખાભાઈ પિંડારીયા, રાજેશભાઈ નાનાણી, વેલજીભાઈ નકુમ, માલતિબેન પારેખ, ધારાબેન જેઠવા, અને યતિન પંડયા ની નિયુક્તિ કરાઈ છે.
કોષાધ્યક્ષ પદે ચંદ્રવદન ત્રિવેદી, કાર્યાલય મંત્રી તરીકે દિલીપભાઈ જોઈસર, આઈ.ટી. ઈન્ચાર્જ તરીકે ગુંજ કારીયા, સોશીયલ મિડીયા ઈન્ચાર્જ તરીકે ઘવલ નાખવા તેમજ મીડિયા ઈન્ચાર્જ તરીકે ભાર્ગવ ઠાકરની નિયુક્તિ કરાઈ છે.

આ ઉપરાંત યુવા મોરચાના પ્રમુખ પદે સહદેવભાઈ ડાભી, મહામંત્રી પદે કેતનભાઇ કોટક તેમજ દુષ્યંતભાઈ સોલંકીની નિયુક્તિ કરાય છે. મહિલા મોરચાના પ્રમુખ પદે દક્ષાબેન અગ્રાવત જ્યારે મહામંત્રી પદે નિકિતાબેન કુંવરિયા અને અવનીબેન ત્રિવેદીની વરણી કરાઈ છે. કિસાન મોરચાના પ્રમુખ પદે હશુભાઈ પેઢડીયા, તેમજ મહામંત્રી પદે ચંદ્રસિંહ વાળા અને હિતેશભાઈ કણજારીયા ની વરણી કરવામાં આવી છે. તેમજ બક્ષીપંચ મોરચાના પ્રમુખ પદે વિરલભાઈ બારડ, તેમજ મહામંત્રી પદે મયુર સિંધવ અને મોહન ગઢવી ની યુક્તિ કરવામાં આવી છે. અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ પદે દીપકભાઈ શ્રીમાળી તેમજ મહામંત્રી પદે કિરણભાઈ ગડણ અને ચંદ્રગુપ્ત રાઠોડ, તેમજ લઘુમતી મોરચાના પ્રમુખ પદે ઉમરભાઈ બ્લોચ તેમજ મહામંત્રી પદે હારુનભાઈ પટેલ અને કાદર બાપૂ જુણેજાની વરણી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *