માગ નહીં સ્વીકારાય તો આગામી તમામ ચૂંટણીનો બહિષ્કાર કરશું :સરપંચ
ભાવનગર રેલ્વે ડિવિઝન હેઠળ આવતું ગુજરાતનું એક માત્ર ફોરવેની સુવિધા ધરાવતા જેતલસર જંકશનના વેપારી મંડળ ગ્રામજનો તેમજ રેલ્વેના પૂર્વ કર્મચારીઓએ અઠવાડિયા પૂર્વે આપેલા વિવિધ માંગણીઓ સાથેના આવેદનપત્રને રેલ્વે ઓથોરિટીએ ધ્યાને નહિ ધરતા આજે બદલી રદ કરવાની માંગ સાથે સુત્રોચાર કરી રેલ્વે પ્રશાસન દ્વારા જેતલસર જંક્શનનો વિકાસને બદલે વિનાશ કરવાનું ષડયંત્ર કરી રહ્યાના આક્ષેપ સાથે સ્ટેશન માસ્તરને એક આવેદનપત્ર પાઠવી જ્યા સુધી માગ પૂર્ણ નહિ થાય ત્યાં સુધી ભૂખ હડતાળ પર ઉતરી ગયા હતા અને આગામી તમામ ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો.
રેલવે દ્વારા ફોરવે ટ્રાફિકથી ધમધમતા સુવિધાસભર જેતલસર જકશનના મોટા ભાગના કર્મચારીઓની બદલી કરી નખાતા હવે 250 થી 300 જેટલા કર્મચારીઓ જ વધ્યા છે. જેને કારણે ભવ્ય ભૂતકાળ ધરાવતા આ જંક્શનના વેપાર રોજગાર પર પણ ખૂબ મોટી અસર પડશે તેમ ગામના સરપંચ આરતીબેન સરવૈયાએ જણાવ્યું હતું જેતલસર જંકશનમાં રેલ્વેમાં પેલા જેટલા વિભાગે હતા તે તમામ વિભાગેમાં બદલી કરાયેલા કર્મચારી પાછા જોઈએ છે. જો માગ રેલ્વે પ્રશાસન નહિ સ્વીકારે તો હવે પછીની તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરશું અને અચોક્કસ મુદ્દતની અમારી ભૂખ હડતાળ માંગ પૂર્ણ નહિ થાય ત્યા સુધી ચાલુ રહેશે. જ્યારે ગામના પૂર્વ સરપંચ મનુબેન વાકે જણાવ્યું હતું કે, અહી કર્મચારીઓને 9 ટકાં ભાડુ રેલ્વે વિભાગ ચૂકવે છે જ્યારે રાજકોટ બદલી થતા ત્યા 16 ટકા ઘરભાડુ ચૂકવવું પડે અને રાજકોટ રેલ્વે પાસે કવાર્ટર પણ નથી જેથી રેલ્વેને વધુ ભાડુ ચૂકવવાની નોબત આવશે.
