શહેરની ભાગોળે મેટોડામાં રહેતા શ્રમિક પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યુ છે. પ્રૌઢાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મેટોડા જીઆઇડીસીમાં રહેતા પાસાંગબેન બુધગુરુગ શેરમાં નામના 49 વર્ષના પ્રૌઢા પોતાના ઘરે વહેલી સવારે બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયા પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનુ તબીબે જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. મૃતક પ્રૌઢાને સંતાનમાં ચાર પુત્રો છે.
આ ઉપરાંત બીજા બનાવમાં કાંગશીયાળી ગામે રહેતી જયશ્રીબેન જયેશભાઇ ચાવડા નામની 35 વર્ષની પરિણીતા પોતાના ઘરે રસોઇ બનાવતી હતી ત્યારે પ્રાઇમસ ફાટતા અકસ્માતે દાઝી ગઇ હતી. ગંભીર રીતે દાઝી ગયેલી પરિણીતાએ સારવારમાં દમ તોડતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
