રાજકોટ જિલ્લાના પડધરીમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે. ગઇકાલે બપોરના સમયે પડધરીમાં ચાલીને જઇ રહેલા વૃધ્ધને ખુંટીયાએ ઢીક મારતા વૃધ્ધ ગંભીર રીતે ઘવાયા અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વધુ વિગતો મુજબ પડધરીમાં આવેલા રાજપુત વાસમાં રહેતા નારાયણભાઇ રામભાઇ ડોડીયા (ઉ.વ.79) નામના વૃધ્ધ પડધરીમાં ગામના પાદરે ચાલીને જઇ રહ્યા હતા ત્યારે દોડીને આવેલા ખુંટીયાએ ઢીકે ચડાવતા તેઓને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા. નારાયણભાઇને સંતાનમાં ત્રણ દિકરા અને એક દીકરી છે. પડધરીના ગામજનોએ તંત્રને અવાર નવાર રખડતા ઢોરના ત્રાસ અંગે રજૂઆત કરી છે. આમ છતાં નિર્ભર તંત્ર કામ કરતુ ન હોય તેવુ જણાય આવે છે.
