શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે સોમનાથ સોસાયટીમાં રહેતા યુવાનના હાથ બાંધી રાજનગર ચોકથી નાના મવા સર્કલ પાસે આવેલી મારવાડી બિલ્ડીંગની સામે આવેલી શેરીમાં લઈ જઈશ આઠ થી દસ શખ્સોએ બેફામ માર મારતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
વધુ વિગતો મુજબ,સોમનાથ સોસાયટીમાં રહેતા વિશાલ પૂનમચંદ પરમાર નામના 30 વર્ષના યુવકના હાથ બાંધી નાના મવા સર્કલ પાસે મારવાડી બિલ્ડીંગની સામે લઇ જઇ આઠથી 10 જેટલા શખ્સોએ બેફામ મારમારતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વિશાલે જણાવ્યું હતું કે,બે દિવસ પહેલા મોટા બાપુના દીકરા અક્ષયને પાનની દુકાને બોલાચાલી થઈ હતી જેમાં પોતે સમાધાન કરવા વચ્ચે પડ્યો હોય જેથી ખાર રાખી વિશાલને આરોપીઓએ બેફામ મારમાર્યો હતો.આ ઘટનામાં હાલ માલવીયાનગર પોલીસે કાર્યવાહી શરૂૂ કરી છે.
