ધોરાજી પોલીસ મથકમાં દારૂૂડિયાએ આંતક મચાવી પોલીસ મથકમાં આગ લગાડવાનો પ્રયાસ કરતા આ મામલે ધોરાજી પોલીસે બહારપુરાના દારૂૂડિયા સામે ગુનો નોંધ્યો છે.
આ ઘટના અંગે ધોરાજી પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલ શિલ્પાબેન દિનેશકુમાર રાણવાએ સરકાર તરફે પંકજ ઉર્ફે લાલુ સુરેશભાઈ ચૌધરી સામે ફરીયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈ તા.05/08/2025ના સવારે 8 વાગ્યાથી પી.એસ.ઓ.ચાર્જમાં હતા અને મહિલા આર્મ લોકરક્ષક દિવ્યાબા રવુભા ચુડાસમા વી.એચ.એફ. ઓપરેટર તરીકે તેમની ફરજ પર હતા. દરમ્યાન સાંજે 5.49 વાગ્યે પ્રોહીની કલમ 66(1) બી, મુજબનો ગુનો પોલીસ મથકમાં દાખલ થયો હોય આરોપી ધોરાજી બહારપુરાના પંકજ ઉર્ફે લાલુ સુરેશભાઈ ચૌધરીનું મેડીકલ તપાસણી થઈ જતા પોલીસ સ્ટેશનમાં લાવી તેને લોકઅપમાં રાખવામાં આવ્યો હતો.થોડીવારમાં પંકજ ઉર્ફે લાલુ સુરેશભાઈ ચૌધરીએ પોલીસ લોકઅપમાં આગ લગાડી દેતા દેકારો થયો હતો.
અને રાડા રાડી થતા પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો. લોકઅપમાં ધુમાડો નિકળતો હોય અને લોકઅપના બાથરૂૂમમાં આગ લાગેલ હતી અને પોલીસ ઈન્સ્પેક્ટર કે.એસ.ગરચર તથા જશપાલસિંહ ઝાલા,રમણીકભાઈ મણવર,મહેન્દ્રસિંહ ચુડાસમા, હોમગાર્ડ હીરેનભાઈ તથા શોભાબેન ઝાપડીયા,સંજીદાબેન કુરેશી,ગોપીબેન સેલીયા લોકઅપની અંદરથી આરોપી પંકજ ઉર્ફે લાલુ ચૌધરીને બહાર કાઢયો હતો. આરોપી પંકજ ઉર્ફે લાલુ ચૌધરી જોર જોરથી મે શુ ગુનો કર્યો છે તો મને લોકઅ પમાં રાખ્યો હવે મારે મરી જાવુ છે મને મારો મારો એવી જોર જોરથી રાડો નાખતો હતો.પોલીસ સ્ટાફે આરોપી પંકજ ઉર્ફે લાલુ સુરેશભાઈ ચૌધરીને કોઈ ઈજા થયેલ છે કે કેમ? તે બાબતે ચેક કરતા આરોપીને કોઈ દેખીતી ઈજા થયેલી ન હતી.
આ કૃત્ય બદલ આરોપી પંકજ ઉર્ફે લાલુ સુરેશભાઈ ચૌધરી સામે પબ્લીક પ્રોપટી ધોરાજી સીટી પોલીસ સ્ટેશનને આગ લગાવી નુકશાન કરવા અને પોતાની તથા માણસોની જીંદગી જોખમમાં મુકાય તેવા ઈરાદાથી પોતાની પાસે રહેલ માચીસથી લોકઅપમાં રહેલ ગોદડામાં આગ લગાડી સળગાવી દઇ લોકઅપના બાથરૂૂમની દિવાલને નુકશાન કરેલનો ગુનો દાખલ કર્યો હતો.
