સોમનાથ કોરીડોર મામલે પ્રભાસ પાટણ ગામ ની બજારો અને અતિથિ ગૃહોએ બંધ પાડ્યો સોમનાથ ટ્રસ્ટ અને પ્રાંત અધિકારી વેરાવળને રજુઆતો કરી વિગત એમ છે કે પ્રકાશ પાટણ સોમનાથ મંદિરનો કોરિડોર બનાવી વિકાસ કરવાનો વિશાળ પ્રોજેક્ટ આગમી દિવસોમાં બનનાર હોય જેના અનુસંધાને 384 મકાનો સંપાદિત થનાર છે જે માટે મીટીંગો પણ પ્રશ્નો અને સહકારભયો વાતાવરણ માં યોજાઇ ચૂકેલ છે.
પરંતુ આ અંગે સંપાદિત થનાર મકાનો અને ગેસ્ટ હાઉસ ની વળતરરૂૂપે મળનારી રકમ નક્કી થયા વગર સરકારી તંત્રના કર્મચારીઓ 384 અસરગ્રસ્તો ને ઘેર ઘેર ફરી ડોક્યુમેન્ટ માંગવા બેંક ખાતાની પાસબુક પાનકાર્ડ આધારકાર્ડ કોપી માંગવાનું શરૂૂ કરતાં લોકોમાં અસમંજસ ગભરાટ અને રોષ વ્યાપેલ છે માટે વહીવટી તંત્રએ આ અંગે પારદર્શકતા અને લોકો માટે વિશ્વાસ વધુ દ્રઢ થાય તેવી નીતિ ઘડાય તેવી માંગ છે આજે બપોરે ત્રણથી સાંજના સાત સુધી ગામના બજારો અને ગેસ્ટ હાઉસો આ બાબતે વિરોધ વ્યક્ત કરવા સ્વૈચ્છિક રીતે બંધ રહ્યા હતા અને અસરગ્રસ્તોની મીટીંગ પણ રાખવામાં આવી હતી જેમાં પુનરોચ્ચાર કરાવ્યો હતો કે લોકો સહકાર આપવા તૈયાર જ છે પરંતુ છેલ્લા બે દિવસથી વહીવટી તંત્રએ ડોક્યુમેન્ટ માંગતા લોકોમાં અસમંજસ થવા પામી છે જેનું પારદર્શક નિવારણ થાય તેવો સુર ઉઠ્યો હતો.
સોમનાથ બ્રહ્મ સમાજ ના પ્રમુખ હેમલભાઈ ભટ્ટ દ્વારા જણાવવામાં આવેલ કે તંત્ર મનમાની કરતું હોવાથી લોકો સાથે શાબ્દિક ઘર્ષણ થયેલ અને લોકો ને મા વ્યાપક પ્રમાણમાં રોષ જોવા મળી છે અને સવાર ના વેપારી ઓ હોટલ ગેસ્ટ હાઉસ ના માલીકો અને અસરગ્રસ્ત લોકો એ રેલી કાઢી અને બપોર બાદ પ્રભાસ પાટણ ની મુખ્ય બજારો અને હોટલ ગેસ્ટ હાઉસ બંધ કરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ.
