ગુજરાતમાં દારૂૂબંધીના પોલીસકર્મીએ જ લીરેલીરા ઉડાવ્યા હોવાનો બનાવ વડોદરાથી સામે આવ્યો છે. વરણામા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમિત પરમાર (ઉંમર 37)એ પોતાની જ સોસાયટીમાં નોકરી પૂરી કર્યા બાદ દારૂૂ પીધેલી હાલતમાં આવી સ્થાનિકો સાથે ગાળાગાળી કરી ઝઘડો કરવા લાગ્યો હતો, જેનો વીડિયો કોઈ સ્થાનિકે બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. એ બાદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવતાં ત્યાં પણ ગાળાગાળી કરી નશાની હાલતમાં હોબાળો કરી પોલીસ સ્ટેશનને માથે લીધું હતું અને ઙઈં અને ઙજઈંની સામે જ ધમકી આપી હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.
વરણામા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમિત પરમાર નોકરી પૂરી કર્યા બાદ છૂટી તેમની વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં આવ્યા હતા, ત્યારે દારૂૂનો નશો કરેલી હાલતમાં હતા. સોસાયટીના ગેટ પાસે સ્થાનિક લોકો સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા, જેથી કોઇ નાગરિકે કોન્સ્ટેબલનો પીધેલી હાલતમાં ગાળાગાળી કરતો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાઇરલ કરી નાખ્યો હતો. આ ઉપરાંત સ્થાનિકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે હેડ કોન્સ્ટેબલ અમિત પરમાર વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે.
ફરિયાદી કિરણ નાગરે જણાવ્યું હતું કે અમે તેમને પૂછવા માટે તેમના ઘરે ગયા ત્યારે પણ તેમણે અમારી પર હુમલો કર્યો હતો. એ પછી મેં 100 નંબર પર ફોન કર્યો હતો. પોલીસ લગભગ 9 વાગ્યે આવી હતી અને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. તેમણે ફરીથી ડબલ નશો કર્યો હતો અને પોલીસ સ્ટેશનની સામે જ અમારી પર હુમલો કર્યો હતો. લોકઅપમાંથી પણ અમને ગાળો આપી હતી અને લેડીઝ કોન્સ્ટેબલ સાથે પણ ખરાબ વર્તન કર્યું હતું.
