સરધારના યુવાને ફઇની દીકરીને ભગાડી મૈત્રીકરાર કરી લેતા પિતા-પુત્રને માર મારી ધમકી

સરધારના આંબેડકરનગરમાં રહેતા મુળજીભાઇ હમીરભાઇ મકવાણા(ઉ.વ.52)ના દીકરા આશીસે ફઇની દીકરી નેહલ સાથે ભાગીને મૈત્રી કરાર કર્યા હોય જે મામલે યુવતીના ભાઈ આર્યન વજુભાઇ દાફડા(રહે.કાલાવડ રોડ,…

સરધારના આંબેડકરનગરમાં રહેતા મુળજીભાઇ હમીરભાઇ મકવાણા(ઉ.વ.52)ના દીકરા આશીસે ફઇની દીકરી નેહલ સાથે ભાગીને મૈત્રી કરાર કર્યા હોય જે મામલે યુવતીના ભાઈ આર્યન વજુભાઇ દાફડા(રહે.કાલાવડ રોડ, આદિત્ય સોસાયટી)એ સમાધાન માટે એકઠા થઇ યુવકને પિતાને ગાળો આપી અને તેમના ભાઈને મારમારી ઝપાઝપી કરી હતી.આ મામલે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.મૂળજીભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારા દિકરા આશિષને મારા સગા બહેન અંબાબેન વજુભાઇ દાફડાની દીકરી નેહલ સાથે પ્રેમ સંબંધ હોય બન્નેએ પોતાની મરજી અને રાજીખુશીથી વીશેક દિવસ પહેલા મૈત્રી કરાર કરી લીધેલ છે અને આ બન્ને જણા કયાંક નિકળી ગયેલ છે હાલે ક્યાં છે તેની મને ખબર નથી અને આ મૈત્રી કરારના કારણે મારા બહેન બનેવીને અમારી સાથે મનદુ:ખ ચાલે છે.

આ બાબતનું સમાધાન કરવા માટે અમો બધાએ આજરોજ તા.02/09 ના રોજ સરધાર અમારા કુટુંબી હરીભાઇ ચકાભાઇ મકવાણાના ઘરે ભેગા થવાનું નક્કી કરેલ હોય જેથી સવારના મારા બહેન અંબાબેન,બનેવી વજુભાઇ, તેમનો દીકરો આર્યન વજુભાઇ,વજુભાઇના ભાણેજ વિગેરે સરધાર આવેલ હતા અને આ લોકોએ અમારા ગામના અમારી જ્ઞાતિના માણસો સાથે બેઠક કરી હતી.પરંતુ તેમાં કોઇ સમાધાન થયેલ નહી અને આ પછી બપોરના આ લોકો પૈકી મારા બહેનનો દીકરો આર્યન અમારા ઘર પાસે આવેલા અને અમોને ગાળો બોલી અમારી સાથે ઝગડો કરવા લાગ્યા હતા.

જેથી મેં તથા અમારા ઘરે હાજર મારા દિકરા વિપુલ, અભય અને મારા પત્ની જમનાબેન વિગેરે આ આર્યનને ગાળો નહીં બોલવા સમજાવતા હતા તે દરમ્યાન આર્યન વધુ ઉશ્કેરાઇ ગયેલ અને મારા દિકરા વિપુલ સાથે ઝપાઝપી કરી તેને ઢીંકાપાટુનો માર મારવા લાગ્યા હતા અને આ વખતે આર્યને છરી કાઢી મારા દિકરા વિપુલને મારવા જતા તેને જમણા હાથની કોણીના માગે સામાન્ય સરકો થયો હતો અને આ દરમ્યાન આજુ બાજુના માણસો ભેગા થઇ જતા આર્યન ત્યાંથી જતો રહ્યો હતો અને જતા જતા ધમકી આપતો ગયો કે મારી બેનને ગમે ત્યાંથી ગોતીને અમોને સોંપી દેજો નહીતર તમોને જીવતા રહેવા દેશુ નહીં તેમ ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો.આ મામલે આજીડેમ પોલીસમાં આરોપી આર્યન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *