રાજકોટની એન્ટ્રીમાં જ વાહનચાલકોનું ખાડાઓથી સ્વાગત!

સામાન્ય વરસાદમાં જ માધાપર-ગ્રીનલેન્ડ-ગોંડલ રોડ અને આજીડેમ ચોકડીએ ગાબડા, કામની ગુણવત્તા સામે ઉઠતા સવાલ ગુજરાત મિરર, રાજકોટ તા.25 : રાજકોટમાં હજૂ ચોમાસું જામ્યું પણ નથી…

સામાન્ય વરસાદમાં જ માધાપર-ગ્રીનલેન્ડ-ગોંડલ રોડ અને આજીડેમ ચોકડીએ ગાબડા, કામની ગુણવત્તા સામે ઉઠતા સવાલ

ગુજરાત મિરર, રાજકોટ તા.25 : રાજકોટમાં હજૂ ચોમાસું જામ્યું પણ નથી અને છૂટોછવાયો સિજનનો માંડ 9 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યા સ્માર્ટસિટીની પોલ ખુલી ગઇ છે અને શહેરના તમામ પ્રવેશ માર્ગોના રોડના ગાબડા પડી ગયા છે. શહેરમાં પ્રવેશવાના મુખ્ય એન્ટ્રી પોઇન્ટ એવા જામનગર રોડ ઉપર માધાપર ચોકડી, ભાવનગર રોડ ઉપર આજીડેમ ચોકડી, ગોંડલ રોડ ચોકડી અને ગ્રીનલેન્ડ ચોકડીએ રાજકોટની આબરૂ જાય તેવા મસમોટા ખાડા વાહન ચાલકોનું સ્વાગત કરે છે.

એન્ટ્રી પોઇન્ટમાં જ ખાડાઓના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાય છે અને ઇંધણનો પણ ધુમાડો થાય છે. હજૂ સુધી ભારે વરસાદ પડ્યો નથી ત્યાં જ રસ્તા તૂટી જતા રોડની ગુણવતા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. દર વર્ષે આ સમસ્યાનું રિપીટેશન થાય છે. ત્યારે કોર્પોરેશનના શાસકો કાયમી ધોરણે સમસ્યાનો નિવેડો લાવી સ્માર્ટસિટીની આબરૂ બચાવે તેવી લાગણી અને માંગણી ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *