ગુજરાતમાં વિકસતી પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય સેનાએ દક્ષિણ કમાન્ડના નેજા હેઠળ રાહત અને બચાવ ટીમો (ઇજનેરો અને તબીબી ટીમો સહિત) તૈનાત કરી છે. આ ટીમો નાગરિક વહીવટને મદદ કરવા માટે ચાલી રહેલા માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (ઇંઅઉછ) કામગીરીને ટેકો આપી રહી છે.
નવસારી, વલસાડ, સિલવાસા અને અમદાવાદના અસરગ્રસ્ત વિસ્તારોમાં સેનાની ટીમો તૈનાત કરવામાં આવી છે. પરિસ્થિતિના આધારે તાત્કાલિક તૈનાત કરવા માટે સુરત, વડોદરા અને અમદાવાદમાં વધારાની રાહત ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. રાહત કામગીરી NDRF, SDRF, નાગરિક વહીવટીતંત્ર અને અન્ય રાહત અને બચાવ એજન્સીઓ સાથે સંકલનમાં હાથ ધરવામાં આવી રહી છે.
23 જુલાઈ, 2026ના રોજ મોડી રાત્રે નવસારીના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી શરૂૂ કરવામાં આવી હતી. સેનાની ટીમોએ અત્યાર સુધીમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા 43 નાગરિકોને બચાવ્યા છે. કામગીરી ચાલુ છે, અને સેના કોઈપણ નવી જરૂૂરિયાતોને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
ભારતીય સેના અસરગ્રસ્ત લોકોને સમયસર સહાય પૂરી પાડવા અને ચાલુ પૂરની પરિસ્થિતિ દરમિયાન જીવન બચાવવા અને રાહત પ્રયાસોને ટેકો આપવા માટે નાગરિક વહીવટીતંત્ર સાથે નજીકથી કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.
