ઠેબચડા નજીક અકસ્માત સર્જાતા દારૂ ભરેલી કાર રેઢી મૂકી ચાલક ફરાર

રાજકોટમા જાણે બુટલેગરો બેફામ બન્યા હોય તેમ શહેરની ભાગોળે ઠેબચડા નજીક દારૂ ભરેલી કારના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો જયારે અકસ્માત સર્જી બુટલેગરો…

રાજકોટમા જાણે બુટલેગરો બેફામ બન્યા હોય તેમ શહેરની ભાગોળે ઠેબચડા નજીક દારૂ ભરેલી કારના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો જયારે અકસ્માત સર્જી બુટલેગરો કાર રેઢી મુકી નાશી ગયા હતા બાઇક ચાલક ઇજાગ્રસ્ત યુવાનને સારવારમા ખસેડી કારની તલાશી લેતા પ3 હજારનો દારૂ મળી આવતા ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ વી. ડી. ડોડીયા સહિતનો સ્ટાફ ગત રાત્રે પેટ્રોલીંગમા હતો દરમિયાન ભાવનગર રોડ પર ઠેબચડા ગામ પાસે પહોંચતા બલેનો કાર શંકાસ્પદ હાલતમા નીકળતા તેને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે ઠેબચડા તરફ કાર હંકારી મુકી હતી. રાત્રીનો સમય હોવાથી કાર અંધારામા ઓગળી ગઇ હતી.જો કે દારૂ ભરેલી બલેનો કારના ચાલકે ઠેબચડાથી મહિકા ગામ તરફ રોડ પર બાઇક ચાલકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત સર્જી બુટલેગરો કાર રેઢી મુકી નાશી છુટયા હતા. ઘટના સ્થળે લોકો એકઠા થઇ જતા ઇજાગ્રસ્ત બાઇક ચાલક રમેશ ધીરૂભાઇ મકવાણા (ઉ.વ. 19, રે. ઠેબચડા) ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડાયો હતો કારમા દારૂની પેટીઓ હોવાથી લોકોએ વિડીયો ઉતાર્યા હતા બાદમા ક્રાઇમ બ્રાન્ચની ટીમને જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને કારની તલાશી લેતા તેમાથી વિદેશી દારૂની બોટલ નં 132 (કિ. પર800) મળી આવતા પોલીસે પંચનામુ કરી અકસ્માતગ્રસ્ત કારને ટોઇંગ કરી પોલીસ સ્ટેશને લાવી દારૂ અને કાર મળી કુલ રૂ. 4,પર,800 નો મુદામાલ કબજે કરી ગુનો નોંધી બુટલેગરોની શોધખોળ હાથ ધરી છે.

ખોડીયારનગરમાં 3 દરોડામાં 45 હજારના દારૂ સાથે બે ઝબ્બે
ખોડીયારનગર વિસ્તારમાં દારૂના ત્રણ દરોડામાં બે શખ્સોને ઝડપી પાડયા હતા. જયારે એક ફરાર થઇ ગયો હતો. પીસીબીના પીએસઆઇ એમ.જે. હુણ સહીતના સ્ટાફે ખોડીયારનગર શેરી નં.25માં રહેણાંક મકાનમાંથી 60 બોટલ દારૂ સાથે જગદીશ ભુપતભાઇ ભોજક અને 150 ફુટ રીંગરોડ પર આંબેડકરનગરમાંથી દારૂના 42 ચપલા સાથે હિતેષ ઉર્ફે બેરો છગનભાઇ સોલંકીને ઝડપી લીધા હતા. જયારે થોરાળા પોલીસે ખોડીયારપરા શેરી નં.27માં સ્કુટર ચાલકને રહોવાનો પ્રયાસ કરતા તે દારૂ ભરેલો થેલાનો ઘા કરી નાશી છુટયો હતો. જેથી પોલીસે દારૂની બોટલ નં.8 (કિં.4000) કબજે કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *